Western Times News

Gujarati News

મુંબઈ એરપોર્ટ પર મસાલા ઢોસાની કિંમત ૬૦૦ રૂપિયા

પ્રતિકાત્મક

મુંબઈ, જો તમે ભૂખ્યા પેટે મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા છો, તો પેટ ભરવું ઘણું મોંઘુ સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર અત્યારે ઘણા બધા મીમ્સ તરતા છે. મામલો ઢોસાની કિંમતનો છે જે મુંબઈ એરપોર્ટ પર વાયરલ થયો હતો.

@chefdonindia નામના ઈન્સ્ટાગ્રામ પરના પેજએ મુંબઈ એરપોર્ટ પર મસાલા ઢોસાની કિંમત દર્શાવતો વિડિયો શેર કર્યાે છે. આ ક્લિપમાં શેફ ઢોસા બનાવતો જોવા મળી રહ્યો છે. પાછળથી, કેમેરા રેસ્ટોરન્ટના ડિજિટલ મેનૂ ડિસ્પ્લે પર ઝૂમ ઈન કરે છે. જેમાં મસાલા ઢોસાની કિંમત રૂ. ૬૦૦ જોવા મળી રહી છે.

જ્યારે છાશ સાથેના એક મસાલા ઢોસાની કિંમત ૬૨૦ રૂપિયા છે. અને હા, બટર ઢોસાની કિંમત રૂ. ૬૨૦ છે. આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે. મુંબઈ એરપોર્ટ પર સોનું ઢોસા કરતાં સસત્તુ છે. શેર કરવામાં આવયો ત્યારથી આ વીડિયોને ૯૩ લાખથી વધુ વ્યૂઝ અને ૧.૮ લાખ લાઈક્સ મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Chef Don India (@chefdonindia)

વીડિયો અંગે ઈન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે એરપોર્ટ પર મોંઘી ખાવાની વસ્તુઓ મળવી સામાન્ય વાત છે, પરંતુ ઢોસાની કિંમત સંપૂર્ણપણે અસહ્ય છે. લોકોનું કહેવું છે કે ઢોસામાં કેટલાક સૂકા બટેટા ભરવામાં આવી રહ્યાં છે, પરંતુ તેની કિંમત એવી છે કે જાણે ઢોસા ચાંદીના બનેલા હોય એક યૂઝરે વીડિયો પર કમેન્ટ કરી મસાલા ઢોસા માટે ૬૦૦ રૂપિયા ચૂકવવાની કલ્પના કરો, જે ૪૦-૫૦ રૂપિયાના ઢોસા કરતાં વધુ સારી નથી.

અન્ય એક યુઝરે લખ્યું – આ સિંગાપોરમાં મળતાં ઢોસા કરતાં મોંઘો છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું – આ ઢોસા કરતાં પણ સોનું સસ્તું છે. એકે લખ્યું – ખરેખર વાસ્તવિક ચાંદીની કિંમત આ ઢોસા જેટલી છે. એક યુઝરે લખ્યું – અને હજુ પણ તેનો સ્વાદ ખૂબજ ખરાબ છે, સૂકા બટાકાના ભરણને ભૂલશો નહિં.

ઢોસાએ દક્ષિણ ભારતની મુખ્ય વાનગી છે, જે બટાકાથી ભરેલી છે અને સાંભર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. આ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રિય વાગનીઓમાંની એક છે. જો કે, આ પહેલીવાર નથી કે જયારે આ નાસ્તાએ તેની ઉંચી કિંમતને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી હોય. અગાઉ ઝોમેટોના કર્મચારીએ ગુરુગ્રામની એક લોકપ્રિય રેસ્ટોરન્ટમાં બે ઢોસા માટે ૧૦૦૦ રૂપિયા ચૂકવીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.