Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પકડની બહાર

પોલીસે આરોપીને પકડવા બનાવી ૪ ટીમો

સુરેન્દ્રનગરમાં અવારનવાર ક્રાઈમની ઘટનાઓ બનતી રહે છે, કાયદો વ્યવસ્થા પર વારંવાર સવાલ ઉઠતા રહે છે

સુરેન્દ્રનગર, રાજ્યમાં અસામાજિક અને ગુંડાતત્વો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસકર્મી પર હુમલાથી હડકંપ મચ્યો છે. સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પકડની બહાર છે. બુટલેગર જાલમસિંહ અને તેના મળતિયાઓને પકડવા પોલીસે ૪ ટીમો બનાવી છે. બુટલેગર જાલમસિંહને છોડાવી તેના મળતિયા ફરાર થયા હતા.

જાલમસિંહને પકડનાર પોલીસ પર હુમલો કરાયો હતો. આરોપી જાલમસિંહને પકડવા જતા ટોળાએ હુમલો કર્યો હત. ટોળાના હુમલામાં PSI કે.વી.ડાંગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત PSIને અમદાવાદની ઝાયડસમાં ખસેડાયા હતા. હુમલા બાદ ઝીંઝુવાડા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

પોલીસે અલગ અલગી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પાટડી સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બંગ હાથ ધર્યુ હતું અને રણમાં પણ તપાસ કરી હતી. સુરેન્દ્રનગરમાં અવારનવાર ક્રાઈમની ઘટનાઓ બનતી રહે છે. કાયદો વ્યવસ્થા પર વારંવાર સવાલ ઉઠતા રહે છે.

આ વચ્ચે ગઈકાલે ઝીંઝુવાડા ગામે આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો. ટોળાએ PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યા હતા. જ્યારબાદ PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

હાલ તો બુટલેગર પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયો છે. છેલ્લા ૧૫ દિવસમાં પી.એસ.આઈ પર હુમલાની બીજી ઘટના છે. આ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના પગલે સમગ્ર સુરેન્દ્રનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.