Western Times News

Gujarati News

કિંગ કોન્ગ જેવા જાનવર એક સમયે ધરતી પર ફરતા હતાં

નવી દિલ્હી, શું તમે કિંગ કોંગ મૂવી જોઈ છે અથવા કિંગના પાત્રવાળી કોઈ ફિલ્મ જોઈ છે. તો શું તમને પણ ખોટું લાગે છે કે જે પ્રકારે ડાયનાસોર ક્યારેય ધરતી પર ફરતા હતાં, તે પ્રકારે કિંગ કોન્ગ પણ ફરતા હતાં. એ પહેલા કે તમે કંઈક વિચારો, અમે તમને જણાવી દઈઅ કે જે પ્રકારે વૈજ્ઞાનિકોએ ડાયનાસોરના જીવાશ્મ મળતા રહે છે, તેવી જ રીતે કિંગ કોન્ગની સાથે નથી. અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ કિંગ કોન્ગ જેવા જાનવરના હોવાના ક્યારેય જીવાશ્મ નથી મળ્યાં.

પરંતુ. નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિંગ કાન્ગ જેવા જાનવરને અÂસ્તત્વ વાસ્તવમાં હતું. અભ્યાસ અનુસાર, દક્ષિણ ચીનમાં સદીઓ પહેલા ૧૦ ફૂટ લાંબો અને ગોરિલ્લાથી બે ગણો ભારે વાનર પ્રજાતિનો એક જાનવર રહેતું હતું. જે હવામાન પરિવર્તનને કારણે લુપ્ત થઈ ગયું હતું. વૈજ્ઞાનિકો લાંબા સમયથી આવા વિશાળ પ્રાણીઓ વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પરંતુ તેમના ગુમ થવાનું મોટું રહસ્ય હજુ પણ યથાવત છે. વૈજ્ઞાનિકોને જે જીવાશ્મ વૈજ્ઞાનિકોને મળ્યો છે, તેનું નામ જાઈગેંટોપિથેક્સ બ્લેકી છે જે જર્મન- ડચ જીવાશ્મ વિજ્ઞાની જીએચઆર વાન કોઇનિગવાલ્ડે શોધી કાઢ્યું હતું. તેમને દક્ષિણ ચીનની ગુફાઓમાં તેના દાંત અને જડબાના અવશેષો મળ્યા હતા. લગભગ ૨ મિલિયન વર્ષ જૂની ગુફાઓમાં સેંકડો દાંત મળી આવ્યા હતા.

પરંતુ યુવાન ગુફાઓમાં બહુ ઓછા દાંત જોવા મળ્યા છે. અભ્યાસથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે આ પ્રાણીઓના આહારમાં માત્ર સમયની સાથે જ બદલાવ આવતો નથી. પરંતુ તેમને આબોહવા પરિવર્તનનો પણ સામનો કરવો પડ્યો હતો. આ અભ્યાસ નેચર જર્નલમાં પ્રકાશિત થયો છે.

સંશોધકોનું કહેવું છે કે આ પ્રાણીઓ આબોહવા પરિવર્તનને સહન ન કરી શક્યા અને ૨.૯૫ લાખથી ૨.૧૫ લાખ વર્ષોની વચ્ચે લુપ્ત થઈ ગયા. વળી, ઝાઇકોન્ટોપીથેકલની વસ્તી લગભગ ૨૦ લાખ વર્ષ પહેલા વિકાસ પામી હતી. જે જંગલમાં રહીને ફળ ખાતાં હતાં.

બાદમાં, આબોહવા પરિવર્તનને કારણે, તેઓએ ફળ આપવાનું બંધ કર્યું અને લુપ્ત થઈ ગયા. પરંતુ, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમના કદ અને બંધારણ વિશે હાલમાં કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ તેઓ ફિલ્મ કિંગ કોંગ જેટલા મોટા નહોતા અને તેઓ ચોક્કસપણે ડાયનાસોરના યુગમાં અÂસ્તત્વમાં ન હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.