Western Times News

Gujarati News

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વડાપ્રધાનના આહવાનને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિ થી એક સપ્તાહના  સ્વચ્છતા સફાઈ અભિયાન નો પ્રારંભ ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાન માં સહભાગી થયા

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે

તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન  સફાઈ અભિયાનનું  જન આંદોલન હાથ  ધરાયું છે.: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ :

આ  રાજ્યવ્યાપી અભિયાનમાં રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિના દિવસે સવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી  થયા હતા. તેમણે મંદિર પરિસરની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા.

ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠન ના અગ્રણીઓ આ અભિયાનમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.