Western Times News

Gujarati News

ઉત્તરી ઈરાકમાં સૈન્ય મથક પર હુમલામાં તુર્કીના પાંચ સૈનિકો માર્યા ગયા

ઉત્તરી ઈરાકમાં એક સૈન્ય મથક પર થયેલા મોટા હુમલામાં તુર્કીના પાંચ સૈનિકો માર્યા ગયા છે. આનાથી તુર્કી નારાજ છે. આ હુમલો ઉત્તરી ઈરાકના અર્ધ-સ્વાયત્ત કુર્દિશ વિસ્તારમાં એક સૈન્ય મથક પર થયો હતો. શુક્રવારે થયેલા આ હુમલામાં તુર્કીના પાંચ સૈનિકો માર્યા ગયા હતા.

તુર્કીના સંરક્ષણ મંત્રાલયે હુમલા માટે કુર્દિશ લડવૈયાઓને જવાબદાર ગણાવ્યા છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હુમલાખોરોએ સૈન્ય મથકમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ૮ જવાનો ઘાયલ થયા છે જેમાંથી ત્રણની હાલત અત્યંત ગંભીર છે.

તુર્કીના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ હુમલા દરમિયાન સેનાના જવાનોએ ૧૨ લડવૈયાઓને પણ માર્યા છે અને આ વિસ્તારમાં ઓપરેશન ચાલુ છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાદમાં વિદેશ મંત્રી હકન ફિદાને માર્યા ગયેલા સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી સાથે જાડાયેલા લડવૈયાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “અમે અમારી સરહદોની અંદર અને બહાર પીકેકે આતંકવાદી સંગઠન સામે અંત સુધી લડીશું.” ત્રણ અઠવાડિયા પહેલા ઉત્તરી ઈરાકમાં થયેલા આવા જ હુમલા બાદ અથડામણ થઈ હતી. ૧૨ તુર્કી સૈનિકો માર્યા ગયા હતા.

તુર્કીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પીકેકે સાથે જાડાયેલા આતંકવાદીઓએ ૨૨ ડિસેમ્બરે ઉત્તરી ઈરાકમાં તુર્કીના લશ્કરી મથકમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારપછી થયેલા ગોળીબારમાં છ જવાનો શહીદ થયા હતા. બીજા દિવસે કુર્દિશ લડવૈયાઓ સાથેની અથડામણમાં તુર્કીના વધુ છ સૈનિકો માર્યા ગયા હતા. તુર્કીએ જવાબમાં એવા લક્ષ્યો પર હુમલો કર્યો કે જે અધિકારીઓએ કહ્યું કે ઇરાક અને સીરિયામાં પીકેકે સાથે સંકળાયેલા છે.

સંરક્ષણ પ્રધાન યાસર ગુલેરે તે સમયે કહ્યું હતું કે હવાઈ હુમલા અને જમીની હુમલામાં ડઝનબંધ કુર્દિશ આતંકવાદીઓ માર્યા ગયા હતા. શુક્રવારનો હુમલો અને ત્રણ સપ્તાહ અગાઉ થયેલો હુમલો એક જ સૈન્ય મથક પર થયો હતો કે કેમ તે તરત જ સ્પષ્ટ થયું નથી. ઉત્તર ઇરાકમાં પીકેકેનો ગઢ છે. તેણે તુર્કીમાં દાયકાઓથી ચાલતા વિદ્રોહનું નેતૃત્વ કર્યું છે અને યુનાઇટેડ સ્ટેટ્‌સ સહિત તુર્કીના પશ્ચિમી સાથીઓ દ્વારા તેને આતંકવાદી સંગઠન ગણવામાં આવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.