Western Times News

Gujarati News

એક જ વર્ષમાં પ્રાથમિક સુવિધાને લગતી 5 લાખ કરતા વધુ ફરિયાદો અમદાવાદના નાગરિકોએ કરી

સરસપુર વોર્ડમાં ડ્રેનેજની ર૦પ૭૯ અને બાપુનગરમાં ૧૩૪૦પ ફરિયાદો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે તહેવારો, ઉત્સવો અને મહોત્સવ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમજ મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટ અને શાસક પક્ષના સુધારા બજેટમાં પણ મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ જાહેરાતોનો અમલ માત્ર નરી આંખે દેખી શકાય તેવા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે જ થાય છે

જયારે ‘નગર’ એટલે કે નળ, ગટર, રોડ, જેવી પ્રાથમિક સુવિધાઓથી નાગરિકો મોટેભાગે વંચિત જ રહે છે જેના કારણે નાગરિકો દ્વારા પ્રાથમિક સવલતો માટે ફરિયાદો કરવામાં આવે છે. ર૦ર૩ના પૂર્ણ થયેલ વર્ષ દરમિયાન અમદાવાદીઓએ નળ, ગટર, રોડ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધા માટે પ લાખ કરતા પણ વધુ ફરિયાદો કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૯ હજાર કરોડ કરતા પણ વધુ રકમનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તંત્રના આ બજેટમાં ઈમાનદારી પૂર્વક ટેક્ષ ભરપાઈ કરનાર નાગરિકો માટે કોઈ જ સ્થાન નથી જે બાબત નાગરિકો તરફથી કરવામાં આવેલી ફરિયાદો પરથી પુરવાર થાય છે. મ્યુનિ. કોર્પો.ની સીસીઆરએસ સુવિધા પર ર૦ર૩ના વર્ષ દરમિયાન શહેરીજનોએ પ લાખ કરતા પણ વધુ ફરિયાદો કરી હતી.

જેમાં સૌથી વધુ ડ્રેનેજને લગતી છે. શહેરીજનોએ ડ્રેનેજના પાણી બ્રેક મારવા કે ડ્રેનેજ ચોકઅપ થવા અંગે ર૭૩૮૯પ ફરિયાદો કરી હતી જેમાં સૌથી વધુ ઉત્તર ઝોનમાં ૭૦ર૧૮ અને મધ્યઝોનમાં ૬૬૭૮પ ફરિયાદ કરવામાં આવી હતી. ઉત્તર ઝોનના સરસપુર વોર્ડમાં ર૦પ૭૯ અને બાપુનગર વોર્ડમાં ૧૩૪૦પ ફરિયાદ માત્ર ડ્રેનેજને લગતી જ નોંધાઈ હતી. તેવી જ રીતે મધ્યઝોનમાં પણ ડ્રેનેજ બેકીગની સમસ્યા અંગે ઘણી બધી ફરિયાદો જોવા મળી હતી

જેમાં અસારવા વોર્ડમાં ૧પ૦૭૪, જમાલપુર-૧ર૭૪૭ અને ખાડિયામાં ૧૧૮૮૮ ફરિયાદ નોંધાઈ હતી. જયારે શહેર મેયરના વોર્ડમાં ડ્રેનેજને લગતી ૧૦૬૦૩ ફરિયાદ કન્ફર્મ થઈ હતી. દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ગટર બેક મારવાની ૮ર૯પ મણિનગર-૯૪ર૬, લાંભા-૮૦૭૦ અને દાણીલીમડામાં ૭૮૭૭ ફરિયાદ નાગરિકો દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવી હતી.

પૂર્વ ઝોનના અમરાઈવાડી વોર્ડમાં ૮ર૯૦, ગોમતીપુર-૩પ૪૮, ઉ.પ.ઝોનના ગોતા વોર્ડમાં ર૯૬૦ ફરિયાદ માત્ર ડ્રેનેજ બેકીગને લગતી નોંધાઈ હતી તેવી જ રીતે પાણીના અપુરતા પ્રેશર, પ્રદુષિત પાણી કે પાણી સપ્લાય ન થવા અંગે ર૦ર૩ના વર્ષમાં ૬ર૪૦પ ફરિયાદ નોંધાઈ હતી જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૧પ૯૪૯, ઉત્તર ઝોનમાં ૧ર૦૩૧ અને દક્ષિણમાં ૧૧પ૧૪ ફરિયાદ નોંધવામાં આવી હતી.

દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પાણીને લગતી ૧૯૦૦, વટવા-૧૭૦૬ અને દાણીલીમડામાં ૧પ૯ર ફરિયાદ નોંધાઈ હતી. શહેરના જોધપુર વોર્ડમાં ૧૧૯૯, સરખેજ-૧ર૪૬, થલતેજ-૧૯૭ર, સરદારનગર-ર૪૧૬ અને સરસપુરમાં ર૧૯૦ ફરિયાદ માત્ર પાણીને લગતી નોંધાઈ હતી. તેવી જ રીતે સ્ટ્રીટ લાઈટ માટે વર્ષ દરમિયાન ૯૪૮રર, રોડ માટે ૩પર૪૯, ફુટપાથ માટે ર૧૬૯૯, અને સફાઈ માટે ૪ર૬૭૦ ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.