Western Times News

Gujarati News

પાસ વિના નહીં મળે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં એન્ટ્રી

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિર સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દરેકને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી પાસ પણ આપવામાં આવ્યો છે. જેના પર મંદિર પરિસરમાં પ્રવેશ માત્ર ઊઇ કોડ દ્વારા જ મળશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોસ્ટ કરીને લખ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો માટે માહિતી શેર કરવામાં આવી રહી છે. ભગવાન રામલલા સરકારના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પ્રવેશ ટ્રસ્ટના પ્રવેશ દ્વારથી જ શક્ય છે. ફક્ત આમંત્રણ પત્રથી મુલાકાતીઓનો પ્રવેશ સુનિશ્ચિત નહીં થાય.

એન્ટ્રી કાર્ડ પરના ઊઇ કોડ સાથે મેચ થયા પછી જ પરિસરમાં પ્રવેશ મળશે. પ્રશાસન દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેમને આમંત્રણ મળ્યું છે, પરંતુ તેમ છતાં લોકો ફૈંઁ પ્રવેશ માટે વિવિધ પ્રયાસો કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ્સ અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પ્સના પુસ્તકનું વિમોચન કર્યું. ડિઝાઇનના ઘટકોમાં રામ મંદિર, ચૌપાઈ ‘મંગલ ભવન અમંગલ હરિ’, સૂર્ય, સરયુ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પોનો સમાવેશ થાય છે.

૬ સ્ટેમ્પ છે જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરીનો સમાવેશ થાય છે. સૂર્યના કિરણોના સોનાના પાન અને ચોપાઈ આ લઘુચિત્ર શીટને એક જાજરમાન ચિહ્ન આપે છે. પાંચ ભૌતિક તત્વો એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને પાણી, જેને પંચભૂતો તરીકે ઓળખવામાં આવે છે, તે વિવિધ રચના તત્વો દ્વારા પ્રતિબિંબિત થાય છે અને તમામ અભિવ્યક્તિઓ માટે જરૂરી પંચમહાભૂતોની સંપૂર્ણ સંવાદિતા સ્થાપિત કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.