Western Times News

Gujarati News

4.68 લાખના 31 મોબાઈલની ચોરી કરી તસ્કરો પલાયન

Files Photo

અલગ અલગ કંપનીના ૩૧ મોબાઈલની તસ્કરોએ ઉઠાંતરી કરી

મેઘરજ, અરવલ્લી જિલ્લાના મેઘરજમાં શનિવારની મધ્યરાત્રીએ મેઘરજની પટેલ મોબાઈલ એન્ડ ઈલેકટ્રોનિકસ દુકાનમાં તસ્કરો ત્રાટકી મોબાઈલની દુકાનમાં રહેલ અલગ અલગ કંપનીના ૩૧ જેટલા મોબાઈલની કિંમત રૂ.૪,૬૮,પ૦૦ના મોબાઈલની ચોરી કરી પલાયન થઈ જતા લાખોની થયેલ ચોરીને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

મેઘરજના દોશી પેટ્રોલપંપની સામે આવેલ પટેલ મોબાઈલ એન્ડ ઈલેકટ્રોનિકસ દુકાનના માલિક મહંમદ રસીદ ગફુરભાઈ પટેલ મોબાઈલ એલઈડી ફ્રીજ અને ટી.વી. સહિતના ઈલેકટ્રોનિકસ ઉપકરણોનો વેપાર કરે છે. શનિવારની સાંજના સમયે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા ત્યારબાદ રાબેતા મુજબ તેમના દુકાનમાં નોકરી કરતા એક શખ્સ અને દુકાન માલિક રસીદભાઈ રવિવારની સવારે રાબેતા મુજબ દુકાને આવ્યા હતા

અને દુકાન ખોલી અંદર જોતા દુકાનમાં રહેલ મોબાઈલ જોવા ન મળતા દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાવતા દુકાન માલિકે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી દુકાનમાં તપાસ હાથ ધરી હતી.

આ અંગે દુકાન માલિકે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દુકાનમાં રહેલ ઓપ્પો કંપનીના ૧૪, રિયલમી કંપનીના ૬, સેમસંગ કંપનીના ૬, વીવો કંપનીના પ જેની કિંમત રૂ.૪,૬૮,પ૦૦ તેમજ અન્ય ૧૦ થી ૧પ જેટલા મોબાઈલની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી પલાયન થઈ જતા દુકાન માલિક મોહમ્મદ રસીદ ગફુરભાઈ પટેલે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે અજાણ્યા ચોરો સામે ચોરીનો ગુન્હો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે ત્રણેક માસ અગાઉ પણ મેઘરજની ડબગરવાસના પાછળ આવેલ સોસાયટીમાં રાતમાં એક શિક્ષકના મકાનમાં, એક હાડવૈદના મકાનમાં તેમજ એક શિક્ષકના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. અગાઉ થયેલ ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલવામાં આવે તેવી પ્રજામાં માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.