Western Times News

Gujarati News

કર્ણાટક બેંકે કોલેન્ડિંગ માટે નોર્ધન આર્ક કેપિટલ NPOS પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી

ચેન્નાઈ, ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક કર્ણાટક બેંક (કેબીએલ) અને ભારતની ડાયવર્સિફાઇડ એનબીએફસી અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્લેટફોર્મ્સ પૈકીના એક નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડે (નોર્ધન આર્ક) એક એમઓયુ કર્યો છે જેના પગલે બેંક રિટેલ ઋણ લેનારાઓને ગ્રાહક કેન્દ્રિત નાણાંકીય સોલ્યુશન્સ ઓફર કરી શકશે.

કો-ઓરિજિનેશન, કો-લેન્ડિંગ અને પૂલ બાય-આઉટ માટેના નોર્ધન આર્કના ટેક્નોલોજી પ્લેટફોર્મ એનપીઓએસનું ધ્યેય લોન ઓરિજિનેશન, અંડરરાઇટિંગ, વિતરણ તથા કલેક્શન ઉપરાંત ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ્સ, પ્રોએક્ટિવ નડ્ઝ તથા એડવાન્સ્ડ રિકન્સિલિયેશન ક્ષમતાઓ માટે મલ્ટીપલ ઓરિજિનેટર્સ સાથે સરળતાપૂર્વક કનેક્ટ કરવા માટે કર્ણાટક બેંકને સક્ષમ કરવાનું છે. Karnataka Bank partners with Northern Arc Capital Limited (Northern Arc) nPOS platform for Co-lending & Pool Buyout.

આ સહયોગથી બેંક તેમના વધુ સારા ગ્રાહક પહોંચના લીધે નોંધપાત્ર રકમનું ધિરાણ કરવા માટે વિવિધ એનબીએફસીને ડિજિટલી ઓનબોર્ડ કરી શકશે અને બહોળા ગ્રાહક વર્ગને ઓનબોર્ડ કરી શકશે.

આ કરાર અંગે કર્ણાટક બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી શ્રીકૃષ્ણન એચે જણાવ્યું હતું કે “એનએસીએલના પ્લેટફોર્મ (એનપીઓએસ) થકી નોર્ધન આર્ક સાથે કર્ણાટક બેંકનો કરાર મલ્ટીપલ ફિનટેક સાથે ભાગીદારી કરવાની અમારી આકાંક્ષાઓને ધ્યાનમાં રાખતા ખૂબ જ વ્યૂહાત્મક છે.

અમે સહયોગ સાધવા માટે અનેક ક્ષેત્રો તરફ નજર કરી રહ્યા છીએ અને અમારી એડવાન્સીસ બુકને વધારવા માટે અમે કો-લેન્ડિંગ પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ. નોર્ધન આર્ક સાથેના સંબંધોથી અમને વિવિધ એનબીએફસીને ઓનબોર્ડ કરવામાં તથા અમારી બ્રાન્ચ સર્વિંગ એરિયાથી પણ આગળ લાસ્ટ માઇલ ઇન્ટિગ્રેશન સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.”

નોર્ધન આર્ક કેપિટલના સીઈઓ અને એમડી આશિષ મેહરોત્રાએ જણાવ્યુ હતું કે “કર્ણાટક બેંકની ડિજિટલ પરિવર્તન સફરમાં તેમની સાથે ભાગીદારી કરતા અમે આનંદિત છીએ. એનપીઓએસ પ્લેટફોર્મ તેના કો-ઓરિજિનેશન અને ફિનટેક અને એનબીએફસી સાથે તેના કો-લેન્ડિંગ ભાગીદારીઓને ઝડપી બનાવવા માટે બેંકને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવશે. આ વ્યૂહાત્મક જોડાણ ઝડપથી ઊભરી રહેલા નિયમનકારી તથા ડિજિટલ ક્ષેત્રે બેંકોને સમયથી આગળ રહેવા માટે સક્ષમ બનાવીને વંચિતો તથા બેંકની સુવિધા ન મેળવી શકેલા લોકો તથા વ્યવસાયોને ધિરાણની સુવિધા પૂરી પાડવા તથા નાણાંકીય ઉદ્યોગમાં ઇનોવેશન લાવવા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

કર્ણાટક બેંકના ઈડી શેખર રાવે જણાવ્યું હતું કે “કર્ણાટક બેંક નોર્ધન આર્ક સાથે તેની ટેક-સક્ષમ ભાગીદારીની જાહેરાત કરતા રોમાંચ અનુભવે છે. આ સહયોગ ડિજિટલ લેન્ડિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને નાણાંકીય સમાવેશને વધારવાનો તથા ગ્રાહકોને નવીન સોલ્યુશન્સ પૂરા પાડવાનું ધ્યેય ધરાવે છે. અમે આ વ્યૂહાત્મક જોડાણ થકી સરળ અનુભવ પૂરો પાડવા માટે આતુર છીએ.”

બેંગાલુરુમાં કર્ણાટક બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી શ્રીકૃષ્ણન એચ અને નોર્ધન આર્ક કેપિટલના સીઈઓ અને એમડી શ્રી આશિષ મેહરોત્રા દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ક્રેડિટ માર્કેટિંગ વિભાગના જનરલ મેનેજર શ્રી વિનય ભાટ પી જે તથા કર્ણાટક બેંક અને નોર્ધન આર્કના અન્ય એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.