Western Times News

Gujarati News

વધુ એક ભારતીય છાત્રનું અમેરિકામાં શંકાસ્પદ મોત

વોશિંગ્ટન, અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીના ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલ વિદ્યાર્થીના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.અમેરિકામાં હાલમાં જ ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીને એટલાન્ટામાં એક દુકાનમાં ડ્રગ એડિક્ટ દ્વારા હથોડી વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે શિકાગોની પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે.

પોલીસે રવિવારે યુનિવર્સિટી કેમ્પસમાંથી ગુમ થયેલા વિદ્યાર્થી નીલ આચાર્યના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોલીસ નીલના મૃત્યુની તપાસ કરી રહી છે. આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પોલીસને રવિવારે સવારે ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે વેસ્ટ લાફાયેટના ૫૦૦ એલિસન રોડ પર એક મૃતદેહ મળી આવ્યો છે.’

તપાસ કરતાં આ મૃતદેહ કોલેજ જતા વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકની ઓળખ ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય તરીકે થઈ છે. નીલના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અગાઉ રવિવારે નીલની માતા ગૌરી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને લોકોને પોતાના પુત્રને શોધવાની અપીલ કરી હતી.

તેણે કહ્યું હતું – “અમારો પુત્ર નીલ આચાર્ય ૨૮ જાન્યુઆરીથી ગુમ છે. તે પરડ્યુ યુનિવર્સિટી, યુએસએનો વિદ્યાર્થી છે. તેને છેલ્લીવાર પરડ્યુ યુનિવર્સિટીમાં ઉબેર કેબ ડ્રાઈવરે ઉતાર્યો હતો. અમને નીલની માહિતી જાેઈએ છે. જાે તમને કંઈ ખબર હોય તો. અમને મદદ કરો.

નીલની માતાની પોસ્ટ બાદ, શિકાગોમાં કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (એક્સ) પર પોસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ પરડ્યુ યુનિવર્સિટીના અધિકારીઓના સંપર્કમાં છે અને આ બાબતે નીલના પરિવાર સાથે પણ વાત કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એમ્બેસીએ પણ તમામ પ્રકારની મદદ કરવાની વાત કહી હતી.

એમ પરડ્યુ એક્સપોનન્ટ, મલ્ટીમીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર પરડ્યુ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ક્રિસ ક્લિફટને સોમવારે વિભાગ અને ફેકલ્ટીને મોકલેલા ઈમેલમાં નીલ આચાર્યના મૃત્યુની પુષ્ટિ કરી હતી, ક્લિફ્ટને કહ્યું હતું કે ‘નીલ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો. તેણે કોમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સમાં ડિગ્રી મેળવી અને જાેન માર્ટીન્સન ઓનર્સ કોલેજમાં ભણતો હતો.’ SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.