Western Times News

Gujarati News

હેમંત સોરેનના ઘરમાંથી ઈડીને ૩૬ લાખ રોકડા મળ્યા

નવી દિલ્હી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. ઈડીએ ઝારખંડના સીએમના દિલ્હી સ્થિત આવાસ સહિત ત્રણ ઠેકાણા પર દરોડા પાડ્યા છે. કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા સોરેનના ઠેકાણા પર સર્ચ ઓપરેશન બાદ એજન્સીએ કેશ, કાર અને દસ્તાવેજ મળ્યા હોવાનો દાવો કર્યો છે.

જાેકે, તપાસ એજન્સીની સીએમ સોરેન સાથે મુલાકાત નથી થઈ શકી, જેમની રવિવાર સુધી દિલ્હીમાં જ હોવાની સૂચના હતી. ઈડીના સૂત્રોએ જણાવ્યું કે, એસયુવીકાર ઉપરાંત સોરેનના ઠેકાણા પરથી ૩૬ લાખ રોકડ જપ્ત કર્યા છે.

કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ સોમવારે સવારે રાજધાની દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના આવાસ પર પહોંચી હતી. ટીમ અહીં લગભગ ૧૩ કલાક સુધી રોકાઈ હતી.

ઈડીના સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સીએમ હેમંત સોરેન બંગલા પર હાજર નહોતા. દરોડા દરમિયાન ૩૬ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. હરિયાણા નંબર પ્લેટવાળી મ્સ્ઉ કાર પણ મળી આવી હતી જે ‘બેનામી’ નામથી રજિસ્ટર્ડ છે. આ ઉપરાંત કેટલાક મહત્વના દસ્તાવેજાે મળી આવ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

ઈડીએ હેમંત સોરેનના ઘરેથી મળેલા કેશની તસવીર પણ જારી કરી છે. આ તસવીરમાં ૫૦૦ની નોટોના અનેક બંડલ નજર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રકમ ૩૬ લાખ રૂપિયા છે. મળી આવેલ રોકડ રકમને ઈડીએ જપ્ત કરી લીધી છે.

હવે કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા મુખ્યમંત્રી હેમંત સોરેનના ‘ગાયબ’ હોવાના બીજેપીના દાવા વચ્ચે ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ તેજ થઈ ગઈ છે. ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ છે.

ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીવાળી સરકારના તમામ ધારાસભ્યોને રાંચીમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ધારાસભ્યોને ઝારખંડની રાજધાની રાંચી ન છોડવા અને મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે ઈડીની ટીમ દિલ્હીમાં સીએમ સોરેનના ત્રણ ઠેકાણા પર સોમવારે પહોંચી હતી પરંતુ સીએમ તેમને તેમના આવાસ પર નહોતા મળ્યા. ભાજપનો દાવો છે કે, સોરેન ભાગી ગયા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.