Western Times News

Gujarati News

બજેટમાં નિવૃતિ બચત માટે કેટલીક નવી જોગવાઇઓ થઇ શકે

પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ થનાર બજેટ ઉપર નજર
નવી દિલ્હી, આર્થિક સુસ્તી અને જીડીપીનો દર નીચી સપાટી પર પહોંચી ગયો છે ત્યારે નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની સામે કેટલાક પડકારો રહેલા છે. બજેટ રજૂ કરતી વેળા તેની સામે જટિલ મુદ્દા પણ રહેનાર છે. આર્થિક સુસ્તીની  વચ્ચે સામાન્ય લોકોને કેટલીક રાહત સામાન્ય બજેટમાં આપવામાં આવી શકે છે. જેના ભાગરૂપે બચતને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત પગલા પણ જાહેર કરવામાં આવી શકે છે. વર્તમાન પોલીસી હેઠળ રિટાયરમેન્ટ સેવિગ્સ માટે અલગથી કોઇ ટેક્સ રાહતની જોગવાઇ કરવામાં આવી નથી. રિટાયરમેન્ટ સેવિગ્સની ગતિ ખુબ ધીમી રહેલી છે.

આશા છે કે સરકાર બજેટમાં રિટાયરમેન્ટ સેવિગ્સ માટે કેટલીક અલગ જોગવાઇ કરશે. લોકો આશા રાખી રહ્યા છે કે નિવૃતિ બચત માટે અલગથી ટેક્સ લાભની જોગવાઇ નાણાં પ્રધાન બજેટમાં કરશે. જેના પરિણામસ્વરૂપે વધુને વધુ લોકો આ ફંડમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય તે જરૂરી છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે. જેમા જુદા જુદા સેક્ટરો માટે જાગવાઇ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સામાજિક સેક્ટર માટે ખાસ જોગવાઇ કરવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય બજેટમાં લોકો માની રહ્યા છે કે કેટલીક ટેક્સમાં પણ રાહત આપવામાં આવનાર છે.

બજેટમાં આવકવેરા મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. બજેટને લઇને લોકોમાં ભારે ચર્ચા જાવા મળી રહી છે.બજેટ તૈયાર કરવાની કવાયત શરૂ કરવામાં આવ્યા બાદથી જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધીઓ પોત પોતાની રજૂઆત કરી રહ્યા છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દેશના નાણાંપ્રધાન પર લોકોની નજર રહે છે. કારણ કે બજેટમાં તમામ લોકો સાથે સંબંધિત માહિતી જાહેર કરવામાં આવે છે. મોદી સરકાર-૨ બીજા બજેટને લઇને તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.