Western Times News

Gujarati News

ભારતના બુધ્ધિજીવીઓ કહે છે કે, “સુપ્રિમ કોર્ટ છે તો “ન્યાયધર્મ” ભારત મેં મુમકીન હૈ”!!

જયારે લોકસભાની આગામી ચૂંટણીનું NDAનું સૂત્ર છે “મોદી હૈ તો ગેરેન્ટી મુમકીન હૈ”!!… ઈન્ડિયા ગઠબંધન કહે છે કે “વિપક્ષ છે તો લોકશાહી મુમકીન છે”!! 

ભા.જ.પ. – એન.ડી.એ. ગઠબંધન કાર્યકરો દ્વારા ભારતના મતદારો સુધી પહોંચી-નરેન્દ્રભાઈ મોદીની સરકારની સિધ્ધિઓ સાથે ગેરેન્ટીનો પ્રચાર કરી ૪૦૦ ને પાર કરશે ?!

ઈન્ડિયા ગઠબંધન “લોકશાહી મૂલ્યોના અસ્તિત્વની લડાઈ” માટે “ધર્મયુદ્ધ” કરશે પરંતુ દેશના નેતૃત્વ કરવાની ક્ષમતા માટેની “ન્યાય એકતા યાત્રા” નો સંદેશો ગામે ગામ કોણ પહોંચાડશે ?!

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! ભારતની અદાલતોએ અને ભારતની સુપ્રિમ કોર્ટે ભારતમાં નૈતિકતા, બંધારણીય મૂલ્યો, ન્યાયિક સમાનતા, માનવ અધિકાર, લોકશાહી સિધ્ધાંતો, માનવી આદર્શાે અને ન્યાય ધર્મ જીવંત રાખ્યા છે !! નિડર, નિષ્પક્ષ, સ્વતંત્ર, સક્ષમ અને ન્યાયિક સમતુલા જાળવનારા ન્યાયાધીશોએ ભારતના ન્યાયતંત્રનું વિશ્વમાં ગૌરવ વધાર્યુ છે !! પરિણામે આજે ફકત ન્યાયતંત્ર જ રાજ ધર્મને દિશા આપનારૂં પુરવાર થયું છે !!

દેશમાં કેટલાક રાજકીય નેતાઓને ફકત “સત્તાના સિંહાસન” સિવાય કાંઈ દેખાતું નથી !! સત્તા માટે કેટલાક નેતાઓ હોર્સ ટ્રેડીંગ કરવાનો રાજકીય વેપાર શરૂ કર્યાે છે !! અગાઉ ભારતમાં એક નારી દ્રોપદીના વસ્ત્રાહરણને લઈને મહાભારત સર્જાયું હતું !! આજે ભારતની અનેક મહિલા દ્રોપદીઓનું રોજબરોજ વસ્ત્રાહરણ થાય છે !! બળાત્કારના ગુન્હાઓ વકર્યા છે !! ભ્રષ્ટાચારે માજા મુકી છે !! અનેક જગ્યાએ દેશમાં કાયદાના શાસન સામે અનેક પડકારો સર્જાયા છે !!

તેવા સમય ભારતની સુપ્રિમ કોર્ટ સંવેદનાત્મક ચિંતા સાથે પોતાની ફરજ બજાછે છે અથવા ફરજ બજાવવી પડે છે !! આ સંજોગોમાં ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડના નેતૃત્વ વાળી બેન્ચે એક ઐતિકહાસિક ચૂકાદો આપીને કેન્દ્ર સરકારની ઈલેકટ્રોલ બોન્ડ યોજનાને ગેરબંધારણીય ઠરાવી રદબાતલ જાહેર કરી અને સુપ્રિમ કોર્ટેે એવું અવલોકન કર્યું કે “પક્ષોને ગુપ્તદાન મતદાર સાથે વિશ્વાસઘાત છે”!!

સુપ્રિમ કોર્ટે બીજો એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો કે, ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં થયેલા હોર્સ ટ્રેડીંગ સામે બંધારણની કલમ-૧૪૨ નો ઉપયોગ કરીને વિશેષ સત્તાના આધારે સુપ્રિમ કોર્ટે ચંદીગઢના મેયરની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારને અમાન્ય ઠેરવ્યા અને આમ આદમી અને કોંગ્રેસ ગઠબંધનના સંયુકત ઉમેદવારને જીતેલા જાહેર કરતા સુપ્રિમ કોર્ટે એવું અવલોકન કર્યુ કે “ચૂંટણીલક્ષી લોકશાહીની પ્રક્રીયા છળકપટ દ્વારા નિષ્ફળ ન બને તે સુનિશ્ચિત કરવાની અમારી ફરજ છે”!!

અમેરિકાના પ્રમુખ જહોન એડમ્સે કહ્યું છે કે, “સરકાર વ્યક્તિઓથી નહીં કાયદાઓથી ચાલતી હોવી જોઈએ”!! જયારે અમેરિકાના પ્રમુખ ડેવીડ બેન ગુરિયને કહ્યું છે કે, “રાષ્ટ્રીય સ્વાતંત્ર્યનું વહાણ નૈતિક અને બૌÂધ્ધક સ્વાતંત્ર્ય વિના કાંઠે લંગારી ન શકે”!! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

\ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, “જયાં ભુલો કરવાની આઝાદી ના હોય એવી સ્વતંત્રતા કોઈ કામની નથી”!! જયારે રશિયાના નેતા વાલ્દીમીર બ્રિકસલેની કહ્યું છે કે, “કોઈ રાજ તપતું હોય ત્યાં સુધી સ્વતંત્રતા નથી હોતી ને સ્વતંત્રતા હોય ત્યાં કોઈનું રાજ નથી હોતું”!! અમેરિકા, ફ્રાન્સ, ભારત જેવા અનેક દેશોએ આઝાદીની લડત લડી આઝાદ થયા છે આજે આ તમામ લોકશાહી દેશોને પોતાનું સ્વતંત્ર બંધારણ છે.

ભારતના લોકો દ્વારા ચૂંટાયેલી બંધારણ સભાએ ૨૬ મી નવેમ્બર, ૧૯૪૯ ના દિને બંધારણ અપનાવ્યું હતું અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ થી આ બંધારણ ભારતમાં અમલમાં આવ્યું ભારતમાં પ્રથમ વાર ૧૯૫૧ માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી હવે ૨૦૨૪ માં ૧૮મી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે દેશ સામે અનેક પડકારો છે. દેશ સામે અનેક સમસ્યાઓ છે અને દેશે અનેક ક્ષેત્રમાં પ્રગતિ પણ હાંસિલ કરેલ છે તથા ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં મતદારો દેશનું જ નહીં પણ પોતાનું ભાવિ નકકી કરશે !!

લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણીમાં ભા.જ.પ. અને એન.ડી.એ. ગઠબંધન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડનાર છે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ અને ભારતની પ્રજાની પ્રગતિ અને રાષ્ટ્રની ઉન્નતિની શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરેન્ટી અને લોકસભાની ૪૦૦ બેઠકો જીતવાના દાવા સાથે વિરોધ પક્ષનો ફેંકેલો પડકાર અને પ્રજાની સમસ્યાઓના પડકારો વચ્ચે પ્રજાના મતોની ગેરેન્ટી કોની ???!

અમેરિકાના સોલીસિટર જનરલ અમેરિકન સુપ્રિમ કોર્ટના સહાયક ન્યાયાધીશ રોબોર્ટ જેકશને કહ્યું છે કે, “ભુલોમાંથી નાગરિકોને બહાર કાઢવા તે સરકારનું કામ નથી સરકાર ભુલ કરે તો તેને ખાડામાંથી ઉગારવાનું કાર્ય નાગરિકોનું છે”!! ભારતમાં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે !! આઝાદી પછી જેમણે દેશનું સુકાન સંભાળ્યું તેમની સામે અનેક આંતરિક અને બ્રાહ્ય પડકારો હતાં

તેના વચ્ચે જે તે સમયના દેશના સુકાની ાંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના અનેક નેતાઓએ દેશનું “વહાણ રેતીમાં” ચલાવી દેખાડયું !! આજે લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણીમાં દેશ સામે અનેક પડકારો છે અને અનેક પ્રશ્નો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની કુનેહથી અને આગાવી કોઠાસુઝથી દેશની સળગતી સમસ્યાઓ ઉકેલી છે !! માટે તેમના ટેકેદારો કહે છે કે, “મોદી હૈ તો મુમકીન હૈ” !! શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ૩૭૦ ની કલમ નાબૂદ થઈ !! રામ મંદિર નિર્માણ પામ્યું !! મહિલા સશક્તિકરણનો પ્રયાસ થયો !! અને ભરતની પ્રતિષ્ઠા વિશ્વ વ્યાપી બની !! પરંતુ ઘર આંગણે પ્રજાકીય સમસ્યાઓ અનેક છે !!

૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ ને પાર પાડવા લોકસભાની ચૂંટણી જીતવાનો શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એન.ડી.એ. ગઠબંધને વિશ્વાસ જાહેર કર્યાે છે !! આ લક્ષ્ય પુરૂં કરવા માટે ભા.જ.પ. તેમના કથિત ૩૦ લાખ કાર્યકરોને ફિલ્ડમાં જઈ, ગામે ગામ જઈ મોદી સરકારની કાર્યસૂચિનો પ્રચાર અને પ્રસાર કરવાનું કહ્યું છે અને મોદી સરકારની ગેરેન્ટી અને તેની ઉપલબ્ધીઓને લોકોના દિમાગમાં ઉતારી, બુથ મેનેજમેન્ટ દ્વારા મતદારોને બુથ સુધધી લાવી ભા.જ.પ.ની તરફેણમાં મતદાન કરાવવા સુધીનો એકસન પ્લાન તૈયાર કરાયો છે !! જેના આધાર પર ૩૭૦ + ૪૦૦ પારનો પ્રચાર શરૂ કરાયો છે જે ૨૦૨૪ ની ચૂંટણી જીતવા માટેની મહત્વની રણનિતિ છે !!

શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે !! શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરેન્ટીનો અદ્દભૂત અને વ્યાપક વિચાર થઈ રહ્યો છે પરંતુ દેશના લોકોનો વિશ્વાસ જીતવા માટે લોકોની સમસ્યાઓ અને દેશમાં વકરેલા ભ્રષ્ટાચાર, ગુન્હાહીત માનસિકતા, બેરોજગારી, બેકારી અને ગરીબીની સમસ્યાઓ ઘણી ચિંતાજનક છે તેના ઉકેલ માટેની રણનિતિ સાથેની ગેરેન્ટી તર્કસંગત રીતે જો પ્રજા સમક્ષ આગામી મેનીફેસ્ટોમાં નહીં રજૂ કરાય તો ઈન્ડિયા ગઠબંધન તેનો વ્યાપક ફાયદો ઉઠાવી શકે છે જે નજરઅંદાજ કરી શકાય નહીં !!

ભારતમાં લોકશાહી રાજય વ્યવસ્થા મજબુત કરવા માટે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ બનાવેલા ઈન્ડિયા ગઠબંધન દ્વારા અનેક પડકારો વચ્ચે ચૂંટણીની વેતરણી પાર કરવા માટે વ્યુહાત્મક રીતે જાતિવાદી આધારિત સક્ષમ ઉમેદવારો ૨૦૨૪ થી ચૂંટણીમાં મેદાનમાં ઉતારીને પ્રજાની સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર ચૂંટણી જંગ જીતવા માટે શતરંજની બાજી ગોઠવી છે ત્યારે શ્રી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને વિરોધ પક્ષોનું વ્યુહાત્મક પ્રચાર યુદ્ધથી ઈન્ડિયા ગઠબંધન સફળ થશે ?!

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, “જયાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબુત ટકકર આપી શકતા નથી” !! ભા.જ.પ. અને એન.ડી.એ. ગઠબંધનના વિજયી રથને રોકવા કોંગ્રેસ અને વિરોધપક્ષોએ ભેગા મળીને ઈન્ડિયા ગઠબંધનની રચના કરી વ્યુહાત્મક જંગની શરૂઆત કરી રહ્યા હતાં, ત્યારે જ ભા.જ.પ. દ્વારા ઈન્ડિયા ગઠબંધનની એકતાને ખંડિત કરવાની શતરંજની બાજી ગોઠવી હતી તેમાં ભા.જ.પ. મહદઅંશે સફળ પણ થયું છે પરંતુ ત્યારપછી સજો બનેલા ઈન્ડિયા ગઠબંધને શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ ન્યાય યાત્રાનું આયોજન કરેલ છે અને વિરોધ પક્ષો વચ્ચે સીટોની વહેંચણીની પ્રક્રીયા વધુ તેજ કરવામાં આવી છે !!

રાહુલ ગાંધીની ન્યાય એકતા યાત્રાને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટે છે !! શ્રી રાહુલ ગાંધીની વાતો ખાસ કરીને ગરીબ અને યુવા મતદારો શાંતિથી સાંભળતા જોવા મળે છે !! ભારતના યુવાનો, બેકારોની સંખ્યા મોટી છે !! પેપર લીકેજ જેવી ઘટનાએ યુવાનોને હતાશ કર્યા છે !! મોંઘવારીની સમસ્યાથી મહિલાઓ પરેશાન છે !! ભ્રષ્ટાચાર અને નૈતિક અધઃપતન દેશની મોટી સમસ્યા છે !!

મણીપુર જેવા નાના રાજયોમાં વકરેલી હિંસા અને મહિલા વિરૂધ્ધના બનતા ગુન્હાઓ અને જાતિય સમીકરણ આ તમામ મુદ્દા ઈન્ડિયા ગઠબંધનને જીવનદાન અપાવે તેવા મુદ્દા છે !! પરંતુ આ મુદ્દાને મુદ્દાસર રીતે પ્રજા સમક્ષ લઈ જવાની ક્ષમતા વાળા નેતૃત્વની જરૂર છે !! શ્રી રાહુલ ગાંધી, શ્રીમતી પ્રિયંકા ગાંધી, બિહારના શ્રી તેજસ્વી યાદવ, ઉત્તરપ્રદેશના અખિલેશ યાદવ અને દક્ષિણના રાજયોમાં ત્યાંનું સ્થાનિક નેતૃત્વ વિરોધપક્ષનું મજબુત છે તે જોતાં ઈન્ડિયા ગઠબંનની ટીમ સાવ નબળી પણ નથી પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોને તાલીમ આપી પ્રચાર કરવાની જરૂર છે !!

આ તમામ બાબતો વચ્ચે ઈન્ડિયા ગઠબંધનમાં દેશને વિશ્વવ્યાપી ફલક પર આગળ લઈ જવાની ગેરેન્ટીનો અભાવ !! રાષ્ટ્રને મજબુત નેતૃત્વ પુરૂ પાડવાની ક્ષમતાની નબળાઈ !! અને વહીવટી કાબેલીયતની સક્ષમતાની કોઈ ખોટ ઈન્ડિયા ગઠબંધનમાં નથી એ મુદ્દો પણ પ્રજાના દિલ અને દિમાગમાં ઉતારવા માટે ઈન્ડિયા ગઠબંધન નબળુ પુરવાર થશે તો ભા.જ.પ. – એન.ડી.એ.ના વિજય રથને રોકવાનો મોટો પડકાર બની જશે !! પરંતુ દેશમાં મજબુત વિરોધ પક્ષ રચવાનો ભારતના મતદારો ચૂકી જશે તો દેશના પ્રાણપ્રશ્નોનો ઉકેલ એ કાયમી સમસ્યા બની જશે ?! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે
જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.