Western Times News

Gujarati News

હજુ પણ થઈ રહ્યા છે ગુજરાતના ગામડાઓમાં બાળલગ્ન: પોલીસે સમજાવટથી અટકાવ્યાં

પ્રતિકાત્મક

ગીરગઢડાનાં ફાટસર ગામે પોલીસે બાળલગ્ન અટકાવ્યાં

ઉના, હાલ લગ્નની ભરપુર મોસમ ખીલી ઉઠી રહી છે. ત્યારે બાળલગ્ન ધારાનાં નિયમો વિરૂધ્ધ કોઈો લગ્ન ન થાય તેની પર પોલીસે બાજ નજર રખાઈ હોય તેમ ગીરગઢડા પોલીસ દ્વારા ફાટસર ગામે તદન કાયદાકીયય પ્રક્રિયાથી આન અને ગરીબ શ્રમજીવી પરીવારની નાની ઉંમરે દીકરીના લગ્ન પ્રસંગ લખાયેલા હોય તમામ મહેમાન સગા કુટુંબને નિમંત્રણ પાઠવ્યું હતુ

અને ર૯ ફેબ્રુઆરીના સવારે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી જાન આવવાની હોય એ પહેલાં ગીરગઢડા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈને માહિતી મળી હતી કે દીકરીનાં લગ્ન થવાના છે તે દીકરી સગીર વયની હોય બાળ લગ્ન પ્રતીબંધ કાયદા હેઠળ લગ્ન કરવા તે ગુન્હો બનતો હોય અને જાન માંડવે આવે તે પહેલાં દીકરીનાં માં બાપ પાસે પોલીસ દોડી જતાં થોડાં સમય માટે આશ્ચર્ય સર્જાયું હતું.

પોલીસે તપાસ કરતાં દીકરીની ઉંમર નાની હોય અને સગીર વયની દીકરીનાં લગ્ન લેવાયા હતા. કંકોત્રી અને નિમંત્રણ પણ અપાઈ ગયાં પછી મહેમાનોનું આગમન દીકરીનાં ઘરે થયું હતું. જાન માંડવે આવવામાં માત્ર એક રાત્રી બાકી હતી એવાં સમયે ગીરગઢડા પોલીસે સ્ટેશનનાં હેન્ડ કોન્સ્ટેબલ જગદીશભાઈ સોસાએ જાગૃત નાગરીકની ભુમીકા ભજવી હતી અને દીકરાનાં માતા પિતા અને સગાં કુટુંબના વડીલોને ભેગાં કરીને બાળલગ્ન ધારાના ન્યિમો અને કાનુની પ્રક્રિયાની સમજણ આપી હતી.

તેમજ તદન કાયદાકીય સગીર વયની હોવાથી લગ્ન થઈ શકે નહી તેમ જણાવતાં આ પરીવારે વાત સ્વીકારી લીધી પરંતુ વર પક્ષના લોકોને કોણ સમજાવે કારણ કે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આ જાન માંડવે આવવાને માત્ર એક રાત્રી બાકી હતી પરંતુ પોલીસ દ્વારા આ પ્રક્રિયાને પણ સમજણપુર્વક સંભાળી લીધી હતી અને વર પક્ષના મુખ્ય વડીલો સાથે ટેલીફોનીક વાત કરી હતી અને જાન ન લાવવામાં જણાવી આ લગ્ન હાલ પુરતા મોકુફ રખાવી માનવંતા રૂપી કાર્યય ગીરગઢડા પોલીસ દ્વારા તમામે પ્રશંસા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.