Western Times News

Gujarati News

અનોખી પદ્ધતિથી ખેડૂતે કરી ડ્રેગન ફ્રુટની ખેતી

પ્રતિકાત્મક

રાજકોટ, ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. દેશમાં હવે ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. તેજ રીતે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બંધીયા ગામમાં રહેતા ધીરજલાલ રાણપરીયા અને ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત ભગવાનજીભાઈ ચવાડીયા અને જેન્તીભાઈ ચવાડીયા કમલમ ફ્રૂટની ખેતી કરે છે.

આ ખેડૂતો એક વીઘામાં માંડવા પદ્ધતિથી રૂપિયા ૫૦-૬૦ હજારના ખર્ચની સામે ૨ થી ૨.૩૦ લાખ રૂપિયાની આવક કરી રહ્યાં છે. ગુજરાતમાં બાગાયતી ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. આજે બાગાયતી ખેતી એક આધુનિક વ્યવસાય તરીકે વિકસી રહી છે.

ત્યારે પરંપરાગત ખેતીથી અલગ ફળોની ખેતી કરવા માંગતા ધરતીપુત્રો માટે કમલમ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં કમલમ તરીકે ઓળખાતું ડ્રેગન ફ્રુટએ થોરની પ્રજાતિનું ફળ છે. જેમાં કેÂલ્શયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામીન સી અને વિટામિન બી જેવા પોષકતત્વોથી ભરપૂર છે.

કમલમના ફળ, ફુલ અને છોડને પણ ઉપયોગમાં લઈ શકાય છે. ફળમાંથી મૂલ્યવર્ધક વસ્તુઓ પણ બનાવી શકાય છે. ત્યારે અદ્યતન ટેકનોલોજી અને ગુજરાત સરકારના સહકાર થકી રાજકોટ જિલ્લાના ખેડૂતો ફળ અને શાકભાજીના ક્લસ્ટર બનાવી ખેતીના માધ્યમથી સમૃદ્ધ બની રહ્યાં છે.

ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત ભગવાનજીભાઈ ચવાડીયા અને જેન્તીભાઈ ચવાડીયાએ ૭૫ વીઘામાં કમલમનું વાવેતર કર્યું છે. આ ખેડૂતોનું કહેવું છે કે, કમલમની ટકાઉ ક્ષમતા બીજા ફળોની સરખામણીમાં વધારે છે. તેને બીજા પાકોની સરખામણીમાં ઓછા પાણી અને ઓછી કાળજીની જરૂર રહે છે. એક વીઘા જમીનમાં માંડવા પદ્ધતિથી કમલમના ઉત્પાદનનો ખર્ચ આશરે રૂ. ૫૦થી ૬૦ હજારનો થાય છે.

તેની સામે ૨ લાખથી ૨.૩૦ લાખ રૂપિયા જેટલી આવક થાય છે. ખેડૂતો જણાવ્યું હતું કે, કમલમની ખેતી માટે એક હેક્ટરની મર્યાદા માટે પહેલો હપ્તો ૮૪ હજાર રૂપિયા અને બીજો હપ્તો ૪૨ હજાર રૂપિયા મળી કુલ ૧ લાખ ૨૬ હજાર રૂપિયાની સરકારી સહાય પ્રાપ્ત થઇ છે.

સાથે સાથે જરૂરી દસ્તાવેજો જમા કરાવવાની પ્રક્રિયામાં પણ બાગાયત તંત્રનો પૂરતો સહયોગ મળ્યો હતો.અગાઉ ચંદનના રોપા અને કમલમના રોપાની સહાય પણ લીધેલી છે.સરકારની આર્થિક સહાય મળતા નફો સારો થયો છે.આવકનું પ્રમાણ વધતા કમલમ એ જાણે જીવનમાં ખુશહાલી લાવી છે.

ગોંડલ તાલુકાના બંધીયા ગામમાં રહેતા ધીરજલાલ રાણપરીયાએ જણાવ્યું કે, સીએમ ભુપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર કે કમલમની ખેતી માટે આર્થિક ટેકો આપ્યો. કમલમની ખેતી માટે અમને એક હેક્ટર માટે ૧ લાખ ૩ હજારનો પહેલો હપ્તો મળ્યો હતો.

જ્યારે બીજો હપ્તો પણ ટૂંક સમયમાં મળી જશે. અમે ૭ વર્ષથી કમલમની ખેતી કરીએ છીએ. થાંભલી પદ્ધતિથી કમલમના વાવેતરમાં ૧ વીઘે રૂપિયા સવા લાખ જેટલા ખર્ચની સામે ૫થી ૬ લાખ રૂપિયા જેટલી આવક થાય છે. સાથે સાથે છોડના ટુકડાઓમાંથી રોપા તૈયાર કરીને તેનું વેચાણ પણ કરીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.