Western Times News

Gujarati News

ગાંધીનગર જિલ્લામાં ૪૪,ર૯૬ છાત્રો ધો.૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષા આપશે

પ્રતિકાત્મક

જિલ્લામાં પ૩ પરીક્ષા કેન્દ્રોના ૧પ૬ બિલ્ડીંગમાં ૧૬૧૪ બ્લોક પરીક્ષા માટે તૈયાર કરાયા

ગાંધીનગર, સમગ્ર રાજયમાં તા.૧૧મી માર્ચ, ર૦ર૪થી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. તેમાં ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાંથી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા માટે ૪૪ર૯૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

સમગ્ર પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું છે. આ પરીક્ષામાં વર્ગ ૧ અને ર ના પ૬ અધિકારીની ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે. આ અધિકારીઓ રોટેશન મુજબ જિલ્લાના વિવિધ કેન્દ્ર ખાતે પરીક્ષાના પૂર્ણ સમય દરમિયાન જે તે કેન્દ્ર ખાતે હાજર રહી મોનીટરીંગ કરશે, તેવું જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.કે. પ્રજાપતિએ જણાવ્યું છે.

જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિએ જણાવ્યું છે કે, ધો.૧૦ અને ૧રની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. એસએસસી-એચએસસી પરીક્ષા ર૦ર૪માં કુલ પ૩ કેન્દ્ર ખાતે ૧પ૬ બિલ્ડીંગમાં ૧૬૧૪ બ્લોક વપરાયેલ છે, જેમાં ૪૪ર૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેમાં એસએસસી પરીક્ષા- ર૦ર૪ માં ૩૩ કેન્દ્ર ખાતે ૮૬ બિલ્ડીંગમાં ૯૦પ બ્લોક વપરાયેલ છે, જેમાં રપ૦પ૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એચએસસી પરીક્ષા- ર૦ર૪ વિજ્ઞાન પ્રવાહમાં ૦૪ કેન્દ્ર ખાતે ર૬ બિલ્ડીગમાં ર૬૬ બ્લોક વપરાયેલ છે, જેમાં પર૭પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એચએસસી પરીક્ષા- ર૦ર૪ સામાન્ય પ્રવાહમાં ૧૬ કેન્દ્ર ખાતે ૪૪ બિલ્ડીંગમાં ૪૪૩ બ્લોક વપરાયેલ છે, જેમાં ૧૩૯૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

તેમણે ઉમેર્યું છે કે, જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક સીસીટીવીથી સજ્જ છે. જિલ્લાનું એક પણકેન્દ્ર સંવેદનશીલ કે અતિસંવેદનશીલ કેન્દ્રની શ્રેણીમા ંઆવતું નથી. જિલ્લા સંકલન સમિતિના વર્ગ ૧ અને ર ના પ૬ અધિકારીની ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.