Western Times News

Gujarati News

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો

અમરેલી, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે સાવરકુંડલા યાર્ડમાં ૧૫ માર્ચના રોજ મોટી મગફળીના ૧,૨૩૧ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.

કપાસના ૧,૩૫૧ રૂપિયાથી ૧,૬૦૧ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આજે કપાસની ૧,૩૧૫ મણની આવક નોંધાઇ હતી. યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ ૧,૦૪૦ રૂપિયાથી લઈને ૧,૨૨૧ રૂપિયા સુધીના બોલાયા હતા. લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી.

લોકવન ઘઉંનો ભાવ ૪૩૫ રૂપિયાથી લઈને ૫૫૦ રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ૪૫૦ રૂપિયાથી લઈને ૬૫૧ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં ૬,૦૦૦ મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં સફેદ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી.

સફેદ તલનો ભાવ ૨,૫૦૦ રૂપિયાથી લઈને ૨,૬૫૦ રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ ૨,૩૦૦ રૂપિયાથી લઈને ૨,૮૦૦ રૂપિયા સુધી બોલાયા હતા. યાર્ડમાં ૪૦ મણ તલની આવક નોંધાઈ હતી. સોયાબીનના ભાવ ૮૦૦થી ૮૨૫ રૂપિયા બોલાયા હતા. આજે ૫ મણ સોયાબીનની આવક થઇ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.