Western Times News

Gujarati News

અક્ષય-ટાઇગરનો ફની વિડીયો જોઇને હસી-હસીને પેટ દુખી જશે

મુંબઈ, અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફનો એક વિડીયો થોડા દિવસો પહેલાં સામે આવ્યો હતો જેમાં બડે મિયાં અક્ષય કુમારની સાથે સ્વિમિંગ પુલમાં ટાઇગર શ્રોફ એટલે કે છોટે મિયાંએ જબરી મજાક કરી હતી.

આ સમયે સુપરસ્ટાર અક્ષય કુમારે વિડીયોમાં જોરદાર રિએક્શન આપ્યા હતા. આ વિડીયો શેર કરતા ટાઇગર શ્રોફે કેપ્શનમાં લખ્યુ હતુ કે હિસાબ બરાબર બડે..અક્ષય કુમાર આ વાતનો જવાબ આપતા હસતા-હસતા કહ્યું હતુ કે..હિસાબ બરાબર નહીં છોટે..હિસાબ યું હી ચલતા રહેગા. જો કે આ વચ્ચે અક્ષય કુમારે એક વિડીયો શેર કર્યો છે જેમાં ફની રિએક્શન જોવા મળી રહ્યા છે.

અક્ષયે શેર કરેલો આ વિડીયો જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો. બડે મિયાં છોટે મિયાંના આ ફની વિડીયોમાં ટાઇગર, અક્ષયને સ્ટંટ દરમિયાન મદદ કરતા જોવા મળે છે.

ત્યારે ટાઇગર શ્રોફની મદદ કરવાનો વારો આવે છે તો અક્ષય કુમારને વારંવાર પૂછે છે કે શું તુ ખરેખર મને પકડી લઇશ? જો કે આવું એક વાર નહીં પરંતુ બેથી ત્રણ વાર પૂછતો વિડીયો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ છોટે મિયાં ટાઇગર શ્રોફની સાથે સ્ટંટ દરમિયાન જે થાય છે એ તમે જોઇને ખડખડાટ હસી પડશો.

અક્ષય કુમારે આ વિડીયો શેર કરતા લખ્યુ છે કે..છોટે રેડી, સોશિયલ મિડીયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફના આ નવા વિડીયોમાં સ્ટંટ દરમિયાન જેવી રીતે ટાઇગર શ્રોફ કુદે છે અને અક્ષય કુમાર સાથે હેલ્પ માંગે છે, પરંતુ બડે મિયાં સ્વિમિંગ પુલમાં પ્રેંક પછી પોતાના હિસાબ બરાબર કરવા માટે ટાઇગરની સાથે પ્રેંક કરતા એમના સ્ટંટ દરમિયાન મદદ કરતા નથી.

જેવી રીતે ટાઇગર શ્રોફ કુદે છે ત્યારે અક્ષય કુમાર ત્યાંથી ચાલ્યો જાય છે. આ દિવસોમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફનો આ ફની પ્રેંક વિડીયો લોકોની વચ્ચે છવાઇ ગયો છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના સ્ટાર કાસ્ટ આ દિવસોમાં ફની વિડીયોથી લોકોની વચ્ચે સતત ચર્ચામાં બની રહે છે.

આ ફિલ્મને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કરી છે. પૂજા એન્ટરટેનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં અલાયા એફ, સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ છે. આ ફિલ્મમાં એક સાથે ત્રણ હસીનાઓનો તડકો જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.