Western Times News

Gujarati News

પૈસા કમાવા નહીં બીજા કારણે રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરતો હતો એÂલ્વશ

મુંબઈ, એલ્વિશ યાદવના સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. બિગ બોસ ઓટીટી ૨ વિજેતાની ધરપકડના આશરે બે દિવસ બાદ એલ્વિશ દ્વારા રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવા પાછળ કથિત હેતુનો ખુલાસો કરવામાં આવ્યો છે.

પોલીસના સૂત્રો અનુસાર, આ કરવા પાછળ પૈસા એક હેતુ હતો. પરંતુ એÂલ્વશે કથિત રૂપે ફેન બેઝ વધારવા માટે આવું કર્યુ હતું. તેણે આવું એટલા માટે કર્યુ જેથી તે અન્ય લોકોને બતાવી શકે કે તે આવું કરી શકે છે.

જણાવી દઇએ કે, યુટ્યુબર એÂલ્વશ યાદવને એક સ્થાનિક કોર્ટ દ્વારા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. નવો રિપોર્ટ એક પોલીસ સૂત્ર દ્વારા કરવામાં આવેલા દાવાનું ખંડન કરે છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એલ્વિશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન, એલ્વિશ યાદવે અપરાધ સ્વીકાર નથી કર્યો.

પરંતુ અમારી પાસે ઘણા પૂરાવા છે તેના વિરુદ્ધ, તેના દ્વારા આવું કરવાનો હેતુ ‘સ્વેગ’ કે ‘ભૌકાલ’ પેદા કરવાનો હતો. તે પોતાના ફેન્સ વચ્ચે એક એવા વ્યક્તિની છવિ બનાવવા માગતો હતો જે કાયદાથી જરાંય ડરતો નથી અને તે ઇચ્છે તે કરી શકે છે.

પોલીસના સૂત્રોએ તે પણ દાવો કર્યો છે કે, તેણે છથી વધુ પાર્ટીઓમાં ઉપયોગમાં લેવામાં આવેલા સાપના ઝેરની ઓળખ કરી છે અને તે તમામ એÂલ્વશ યાદવ સાથે સંબંધિત છે.

એક અધિકારીએ કહ્યું, જે લોકો સંબંધિત પાર્ટીમાં સામેલ થયાં હતાં, તેમની ઓળખ કરવામાં આવી રહી છે. સાપના ઝેરનો ઉપયોગ કરવા માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઇએ કે આ મામલે નામ સામે આવ્યાના મહિના બાદ એÂલ્વશની રવિવારે નોએડામાં ધરપકડ કરવામાં આવી હતી. એÂલ્વશ યાદવ આ સમયે ગૌતમ બુદ્ધ નગરની લુક્સર જેલમાં છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેને રાતે સૂવા માટે ત્રણ બ્લેન્કેટ આપવામાં આવ્યા હતાં અને તે ક્વોરન્ટાઇન બેરેકમાં ફર્શ પર સૂતો હતો. તે અલગ વાત છે કે તેને આખી રાત ઉંઘ ન આવી. તે પડખા ફરતો રહ્યો અને બેચેન લાગ્યો. રવિવારની રાતનું મેનૂ શાર-પૂરી હતું. તેથી એÂલ્વશને પણ પહેલી રાતે જમવામાં આ જ પીરસવામાં આવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.