Western Times News

Gujarati News

દાહોદના કોર્પોરેટરનો હત્યારો હરિયાણામાં સલૂન ચલાવતો હતોઃ ATSએ ઝડપ્યો

ગુજરાત ATSની ટીમ હત્યા કેસના આરોપીને હરિયાણાથી ઝડપી લાવી

કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં આરોપી હરિયાણામાંથી ઝડપાયો-ઇમરાનને હિરેન પટેલની હત્યાની સોપારી કોંગ્રેસના વિધાનસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાએ આપી હતી

અમદાવાદઃ અમદાવાદમાં દાહોદ જિલ્લાના કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ગુજરાત એટીએસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. ગુજરાત એટીએસે આ કેસના આરોપી ઇમરાનની ધરપકડ કરી છે.

તેના પગલે ખુલાસો થયો છે કે ઇમરાનને હિરેન પટેલની હત્યાની સોપારી કોંગ્રેસના વિધાનસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાએ આપી હતી. તેમા પણ લોકસભા ચૂંટણી સમયે જ આ પ્રકારના હત્યાકાંડનો પર્દાફાશ થવાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ છે.

તેની પાછળ મહત્વનું કારણ એ છે કે હત્યા કેસમાં સીટિંગ એમએલએના ભાઈનું નામ ઉછળ્યું છે. આ કેસમાં ગુજરાત એટીએસ અત્યાર સુધીમાં સાતની ધરપકડ કરી ચૂકી છે. સમગ્ર પ્રકરણની વિગત જોઈએ તો દાહોદના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની ગયા સપ્ટેમ્બરમાં હત્યા કરીને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જો કે હિરેન પટેલની હત્યા કર્યા બાદ ઈરફાન બીસ્તી મોહંમદ યાકુબ(34) નામ બદલીને ઈન્દોરના ખીજરાણા વિસ્તારમાં ટાવરમાં રહેતો હતો. પોલીસથી બચવા તે સલૂન ચલાવતો હતો અને તેની પત્ની બ્યુટી પાર્લર ચલાવતી હતી.

ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલ 27 સપ્ટેમ્બર 2020એ મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. ત્યારે જીપથી કચડી હત્યા કરવામાં આવી હતી. ફિલ્મી સ્ટાઈલથી સોપારી આપીને કરવામાં આવેલી હિરેન પટેલની હત્યાની ઘટનાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. આ પહેલા એક આરોપી ઈમરાન ઝડપાયો હતો.

તેના પછી પોલીસે તપાસ કરતાં મધ્યપ્રદેશના ચાર અને ગુજરાતના બે એમ કુલ છની ધરપકડ કરવામાં આવી હતી. આમ છતાં કેસના મુખ્ય આરોપી ફરાર હતા. આ આરોપીઓને શોધવા માટે એટીએસ લાગી ગઈ હતી. ગુજરાત એટીએસે મુખ્ય આરોપી ઇમરાનની હરિયાણાના મેવાતમાંથી ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.