Western Times News

Gujarati News

“હું ફૂલોના માધ્યમ દ્વારા ઝડપથી વૈશ્વિક ચેતનાનું તમારા સૌમાં રૂપાંતરણ કરી શકુ છું!!”

“મીરાં ના પિતા મોરીસે દેવાળું કાઢયું – માતા મથીલ્ડ રસ્તા પર ઈંડા વેચવાની રેકડી ચલાવવા લાગી- આમ આખું કુટુંબ ઓન રોડ આવી ગયું !”

“ધી પાથ ઓફ લેટર ઓન” એ પહેલું પુસ્તક જેણે મીરા આલ્ફાસાના જીવનનો તખ્તો બદલ્યો !”

“બહાઈધર્મના સ્થાપક અબ્દુલ બહા ના સાનિધ્યમાં આધ્યાત્મિક શક્તિ વીષે ગહરાઈથી જાણકારી મેળવી !”

“ગૂહય વિદ્યાના પ્રખર નિષ્ણાંત મેક્સ થીઓનના સંપર્કે મીરાં અલ્ફાસા ને બ્રહ્માંડનો અકલ્પીત અનુભવ અવાર નવાર થતો !”

“૧૮૭૦ ના દાયકાનું પેરિસ ! ચિત્રકલા, ફેશન, સંગીત અને તે શહેરનું કલ્ચર પ્રત્યેકને ‘પેરિસની એકવાર મુલાકાત લેવી જ’ તેવી સ્વપ્નીલ ઈચ્છા રહયા કરતી. સમગ્ર વિશ્વમાં પેરિસ જાણે કે સ્વર્ગ મનાતું ! આવા શહેરમાં ર૧ ફેબ્રુઆરી વર્ષ ૧૮૭૮માં સવારના ૧૦ વાગે… ઘર નં ઃ૪૧, બુલેવર્ડ હોસમેનમાં રહેતાં માતા-પિતાને ત્યાં દીકરીનો જન્મ થયો! નામ હતું મીરા અલફાસા.

એ ઘર આજે પણ ‘ઓ પ્રીન્ટેમ્પસ’ નામના ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સની સામે, મશહુર ‘ઓપેરા’ની નજદીક હયાત છે! પિતા તુર્કીશ અને માતા ઈજીપ્શીયન હોવાને કારણે અને પૂર્વજો યહુદી હોવાને લીધે એમની ફ્રેન્ચ નાગરિકમાં ગણના ન હતી. પણ મીરા અલ્ફાસાના જન્મ અગાઉના થોડાંક મહિના પહેલાં તેઓ ફ્રાન્સના પેરિસમાં સ્થાયી થવા આવેલાં અને વર્ષ ૧૮૯૦માં તેઓને ફ્રેન્ચ નાગરિકત્વ મળ્યું હતું.

પિતા મોરીસ મોઈસ અલ ફાસા નો જન્મ ૧૮૪૩માં તૂર્કીના એડ્રીઅન પોલ શહેરમાં થયો હતો. વ્યવસાયે તેઓ બેંકર હતાં. માતા મથીલ્ડ અલફાસાનો જન્મ ૧૮પ૭માં ઈજીપ્તના એલેકઝાર્ન્ડીયામાં થયો હતો- તેમનું કુટુંબ પણ વ્યવસાયે બેંકર હતું. મીરા અલ્ફાસાની માતા મથીલ્ડ ઈચ્છતી હતી કે તે એવા વ્યક્તિ સાથે પરણવા માંગે છે જેના ઘરમાં નાનું પણ પુસ્તકાલય હોય જેથી મથીલ્ડને પુસ્તકોની દોસ્તી બની રહે !

વર્ષ ૧૮૭૪માં મોરીસ સાથે લગ્ન થયાં અને મોરીસના એડ્રી અનપોલ શહેરના ઘરે રહેવા લાગ્યાં ! મીરા અલ્ફાસા તેના માતા-પિતા (મેથીલ્ડ અને મોરીસ)નું ત્રીજું સંતાન હતું ! સંસ્કારી અને સમૃધ્ધ પરિવાર વચ્ચે મીરા અલ્ફાસાનો ઉછેર થવા લાગ્યો ! વર્ષ ૧૮૬૯માં સુએઝ કેનાલ બન્યા બાદ ઈજીપ્તના રાજકીય સમીકરણો બદલાતા જતાં- સમય જતાં મોરીસ અને મથીલ્ડ ફ્રાન્સમાં પેરીસ શીફટ થયાં હતાં !

પનામા કૌભાંડ પકડાતાં ફ્રાન્સની અર્થવ્યવસ્થાને વર્ષો સુધી ગંભીર પરિણામ વહેરવા પડ્યા જેથી ફ્રાન્સને આર્થિક તંદુરસ્ત થતાં અનેક વર્ષો લાગી ગયા હતા. મોરીસ બેંકર હોવાને કારણે અને પ્રતિનિષ્ઠિત છાપ ધરાવવાને કારણે ફ્રાન્સના ધનાઢય લોકોનાં નાણાંનું રોકાણ એમણે સુએઝ કેનાલના બાંધકામ માટે તેમના મારફતે ઈક્વીટીરૂપે ઈનવેસ્ટ કરાવેલા અને ગુસ્તાવ એફીલ જેઓ પ્રખ્યાત બીલ્ડર હતાં (જેનાં નામે એફીલ ટાવર બન્યું) તેમનાં પણ નાણાં મોરીસ મારફતે રોકાણમાં થયેલાં અને ફ્રાન્સની આર્થિક કટોકટી- પનામા કૌભાંડને કારણે, રોકાયેલા બધાંજ નાણાંની ઈક્વીટી રકમની કિંમત ફૂટી કોડીની થઈ જતાં

તેમજ મધ્યમ રોકાણકારોના પૈસા પણ ડૂલ થઈ જતાં મીરાના પિતા મોરીસે દેવાળું કાઢયું હતું-મોરીસ પાસે જે કંઈ પણ હતું તે બધું જ વેચી કરીને દેવું ભરપાઈ કરવાના કામે લાગ્યા અને મીરાની માતા મથીલ્ડ રસ્તા પર ઈંડા વેચવાની રેકડી ચલાવવા લાગી ! આમ આખું કુટુંબ ઓન રોડ આવી ગયું !! થોડાંક વર્ષો બાદ મોરીસ અને મથીલ્ડના લગ્નજીવનનો અંત આવ્યા ેહતો. અને મીરા અલ્ફાસા તેની દાદી સાથે રહેવા લાગી હતી.

૧૯મી સદીના સમૃધ્ધ પરિવારોમાંના એક એવાં દાદીના ઘરે ભરપૂર સગવડો અને કીમતી પીયાનો હતો જેના ઉપર મીરાને ખૂબ લગાવ હતો ! મીરાં આલ્ફાસાનું માધ્યમિક શિક્ષણ વર્ષ ૧૮૮૭ થી ૧૮૯પના સમયગળામાં રહયું હતું અને ત ેહંમેશા ફર્સ્ટકલાસ ફર્સ્ટ ઉત્તીર્ણ થતી. અભ્યાસના સમયમાં ‘ધી પાથ ઓફ લેટર ઓન’ પુસ્તક એ પહેલ વહેલુ હતું જેને વાંચ્યા બાદ અને ગહન અભ્યાસ બાદ મીરા અલ્ફાસાના જીવનનો તખ્તો બદલાયો !

ઘરમાં રહેલાં આઠસો જેટલાં પુસ્તકોનો ૧૪ વર્ષની મીરાં અલ્ફાસા એ અભ્યાસ કરી લીધો હતો. અત્યંત બુÂધ્ધમતા ધરાવતી મીરાં એ ફ્રેન્ચભાષાનો ગહન અભ્યાસ કરી, જીવનના અંત સુધી મીરાંની ભાષા ફ્રેન્ચ જ બની રહી હતી ! મીરાની માં મથીલ્ડને તેના ગર્ભાધાન સમયથી જન્મલેનાર સંતાન ઉત્તમો ઉત્તમ અવતારી બાળક જન્મ તેવી પ્રબળ ભાવના રહયા કરેલી. પિતા મોરસની શારીરીક કસાયેલી તાકાત પણ આવનાર

સંતાનને ઉત્તમ શરીર સૌષ્ઠવ મળે તેવું ઈચ્છતી હતી! મીરાં એ બારવર્ષની ઉંમરથી ગૃહયવિદ્યા (ર્ષ્ઠષ્ઠેઙ્મૈંજદ્બ)નો અભ્યાસ શરૂ કર્યો હતો જે ઉત્તરો ઉત્તર ખૂબ જ ગહન અભ્યાસ બની રહયો.- ગૂહય વિદ્યામાં અભ્યાસ એ બુનિયાદી ગૂણ હોવો જરૂરી હોવાથી નીડરતાની સમજ મીરાં એ સંપૂર્ણતા કેળવી હતી અને પોતાનામા પ્રસ્થાપિત પણ કરી હતી. આ પછી મીરાં આલ્ફાસાની દુનિયા પારદર્શક બનતી ચાલી… શું થઈ રહયું છે..

શું થવાનું છે.. જગતભરની સ્થિતિઓનું તથા તેના પરિણામોનું આગોતરા વીઝન- પ્રતીતિની અનુભૂતી થતી રહેતી…. ગૂહયવિદ્યા કે જે તંત્ર-મંત્ર- વશીકરણ વગેરેથી પણ ઘણી ઉંચી કક્ષાની વિદ્યા છે જેના માટે કુદરતે મીરાને સાધનરૂપે નિમિત્ત બનાવી ! સમય જતાં મીરાં આલ્ફાસાના હેનરી સાથે વર્ષ ૧૮૯૭ના ૧૩મી ઓકટોબરે લગ્ન થયાં. હેનરી ૮ વર્ષ મોટા હતાં અને પ્રખ્યાત આર્ટીસ્ટ હતાં ! લગ્ન બાદ મીરાં એ પોતાનું નામ મીરાં આલ્ફાસા જ રાખેલું !

મીરાં અલ્ફાસાને વર્ષ ૧૮૯૮ના ર૩ ઓગસ્ટે પુત્રનો જન્મ થયો જેનું નામ એન્ડ્રે (છદ્ગડ્ઢઇઈ) હતું. આ એન્ડ્રેના જન્મ બાદ પાંચ મહિના સુધી મીરાંને કીડની બગડવાથી પથારીવશ રહેવું પડ્યું.. અને ત્યારે પોતે શીખેલી ગૃહય વિદ્યાના માધ્યમે આ બીમારીને જાતે મટાડી હતી!!… સમય પટ પસાર થતાં જતાં મીરા ગૂહય વિદ્યાનાં વિશ્વપ્રસિધ્ધ વ્યક્તિઓના પરિચયમાં આવતી ગઈ, સાથોસાથ મીરાંનુ સમગ્ર વ્યક્તિત્વ જાણે કે ઈશ્વરીય બનવા લાગ્યું !

પરાશક્તિ (ઝ્રન્છૈંઇર્ફંરૂછદ્ગ્‌) ના અવારનવાર થતાં અનુભવોને કારણે મીરાંના જીવનનો વળાંક ઈશ્વરીય ચેતના (ડ્ઢૈંફૈંદ્ગઈ ઁર્ંઉઈઇ) ને સાધ્ય કરવા બાજુ વળી ગયો. દરમ્યાન યોગાનુયોગે સ્વામી વિવેકાનંદનું પુસ્તક રાજયોગ (ઇછત્નર્રૂંય્) હાથમાં આવતાં મીરાનાં જીવનમાં જાણે અદભુત પ્રાણ ભરાયો !! તે પછી જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીએ ફ્રેન્ચ ભાષા અનુવાદિત ભગવદ્‌ ગીતા આપી અને એ અભ્યાસ બાદ મીરાં આલ્ફાસા સંપૂર્ણત બદલાઈ ચૂક્યા.

ગીતાના કૃષ્ણને જોવા જ છે તેવું પ્રબળ મનોમંથન રાત-દિવસ ચાલ્યા જ કરતું ! (બાય ધ વે જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી ગણિતના શિક્ષક અને લખનઉ યુનીવર્સિટીના વાઈસ ચાન્સેલર હતાં. તેમના પત્ની મોનીકા દેવી સંન્યાસી બન્યા હતાં અને નામ યશોદામાં હતું જેમનો અલમોડામાં આધ્યાÂત્મક આશ્રમ સ્થપાયો હતો જયાં કેવળને કેવળ કૃષ્ણભક્તિ જ થયા કરતી )…. દરમ્યાન ગૂહય વિદ્યામાં પ્રખર અને પ્રસિધ્ધ નિષ્ણાત મેકસથીઓનના સંપર્કે મીરાં અલ્ફાસાને બ્રહ્માંડનો અકલ્પીત અનુભવ અવારનવાર થતો. (મેક્સ થીઓન એ સંસ્કૃતના અને ઋગવેદના પણ પ્રખર અભ્યાસી હતાં)

તે સમયે ફ્રેન્ચ સરકારમાં સમાજ કલ્યાણ ખાતામાં ઉચ્ચ હોદ્દો સંભાળનાર પોલ રીચાર્ડના સંપર્કમાં મીરાં અલ્ફાસા આવ્યા. પોલ રીચાર્ડ સરકારી હોદ્દાએથી નિવૃત થયાં અને મીરાંએ પોલ રીચાર્ડ સાથે લગ્ન કર્યા જે મીરાંનું બીજું લગ્ન હતું ! રીચાર્ડ સમાજ કલ્યાણ ખતાના ઉચ્ચ અધિકારી હતા તેથી તેમનો અનુભવ સામાજિક ક્ષેત્રના કાર્યોમાં ગહન બની રહયો અને તેથી નિવૃત્તિ બાદ સમાજ સેવાના કાર્યો કરતાં રહયાં તદઉપરાંત ગૂહયવિદ્યામાં પણ અત્યંત રસ ધરાવનાર વ્યક્તિ હોવાથી તેઓ પણ ગૂહયવિદ્યના વિશ્વ વિખ્યાત મેક્સ થીઓનને પણ જાણતાં !

રીચાર્ડે ૪૦ દિવસ સુધી મેક્સ થીઓન પાસે રહીને ગૂહયવિદ્યા અંગેની વિસ્તૃત જાણકારી અને પ્રારંભિક તાલીમ પણ લીધી- તે કહેતાં કે દુનિયાના મોસ્ટ વંડરફૂલ વ્યક્તિ મેક્સ થીઓન સાથેનો મારો અનુભવ મને પરાશક્તિ (ઈશ્વરીય શક્તિ) શું છે તેના અનુભવના પ્રથમ પગથિયે લાવી દીધો. ૪ વર્ષ ફ્રેન્ચ લશ્કરમાં રીચાર્ડે કામ પણ કર્યું હતું અને સાથો સાથ દર્શનશાસ્ત્રનો ઉંડો અભ્યાસ પણ કર્યો હતો ! તે જણાવતાં કે ર૦મી સદી એ વિજ્ઞાન અને શ્રધ્ધાનું સુખદ મિલન ધરાવે છે. ફ્રેન્ચ સરકારે પોલ રીચાર્ડને માનદ્‌ પ્રતિનિધિ તરીકે પોંડેચરી મોકલ્યાં-

એ વખતનું પોંડેચરી ફ્રેન્ચ હકૂમત હેઠળનું હતું- તદ્દન ગામડાં જેવું- ભૂતિયા શહેર જેવું. રીચાર્ડ પણ ગૂહયવદ્યામાં રસ ધરાવતાં હોવાથી એ એવા કોઈ વ્યક્તિની શોધમાં તો હતાં જ અને એમનો ભેટો પોંડેચરીમાં જ શ્રી અરવિંદ ઘોષ સાથે થયો ! રીચાર્ડ ફ્રાન્સ પાછા ફર્યા અને સમય જતાં સરકારે ફરિથી એમને પોંડેચરી મોકલ્યાં, આ જ સમયે રીચાર્ડના આગ્રહથી મીરાં પણ રીચાર્ડ સાથે પ્રવાસમાં જોડાયાં ! અહિ એક આડ વાત નવેમ્બર ૧૯૧રમાં એમનો પરિચય સૂફી સંત ઈનાયત ખાન સાથે થયો જેમનાં ભક્તિમય ભજનોના રસપાને મીરાં આલ્ફાસાને પરાશક્તિની તાકાતનો ખ્યાલ આવ્યો અને તે પછી તેઓ અબદુલ બહાના સંપર્કમાં આવ્યાં-

આ અબદુલ બહા એ બહાર ઉલ્લાહના પુત્ર હતાં જેમણે બહાઈ ધર્મ નામના પંથની સ્થાપના કરી- જેના તેઓ મઠાધિપતિ હતાં. એ સમયે ત્રીસેક લાખ જેટલાં અનુયાયીઓ બહાઈ ધર્મને સમર્પિત હતા. ઈરાનમાં એ ધર્મનો વ્યાપક વિસ્તાર થયો જેને કારણે ૧૯૭૯ના વર્ષમાં ઈરાન ઈસ્લામિક રીપબ્લિક બન્યું. બહાઈ ધર્મ ન્યાત- જાતના ભેદભાવમાં નથી માનતો.

‘હોત ન સબ એક સમાન’ની માન્યતા અને ઈશ્વરીય શક્તિમાં જ સંપૂર્ણ શ્રધ્ધા એ બહાઈ ધર્મનો સ્તંભ છે. મીરાં આલ્ફાસાને એ કારણે અબ્દુલ બહાના સાનિધ્યમાં આધ્યાÂત્મક શક્તિ વિષે ગહરાઈથી જાણકારી મળી હતી !! તારીખ ર નવેમ્બર ૧૯૧રમાં મીરાં આલ્ફાસાની ડાયરીમાં તેમણે આધ્યાÂત્મક નોંધ ટાંકી છે જે પાછળથી ‘પ્રેયર્સ એન્ડ મેડીટેશન’ના નામે પ્રસિધ્ધ બની… તેમણે જણાવ્યું ઃ “હું હવે હું -ૈં- નથી પણ… મારો પ્રભુ (્‌ૐર્ંેં) એ…હું… છું !!”

સમય પસાર થતો રહયો અને મીરાં પોંડેચરીમાં મહર્ષિ શ્રી અરવિંદને મળ્યા બાદ એમને અહેસાસ થયાં જ કરતો કે હું જેને શોધી રહી છું તે વ્યક્તિ.. તે આજ.. જે દિવ્ય શક્તિમય છે!! અને મીરાં આલ્ફાસા મહર્ષિ શ્રી અરવિંદની યોગ સાધનાના સહયાત્રી બની રહયાં. મીરા આલ્ફાસાને મહર્ષિ શ્રી અરવિંદે મધર તરીકે ઓળખાવ્યા. સાથોસાથ મહર્ષિશ્રી અરવિંદે એમને નિર્વાણીક શાંતિનો પરિચય કરાવ્યો જેને આપણે શક્તિપાત કહી શકીયે ! ગૂહયવિદ્યાના પ્રભાવે મૌન એકાંતમાં પણ તેઓ એક-બીજા સાથે વાતચીત કરી રહયાં હતા તેવું મધરે જણાવ્યું હતું.

આવા મૌન એકાંતમાં થયેલું મધરનું સમર્પણ એ યોગની દ્રષ્ટિએ ‘સરન્ડર’ (સમર્પણ) જ કહેવાય. મહર્ષિ શ્રી અરવિંદ અને મધરનો યોગ એક જ પ્રકારનો છે. એ યોગના ત્રણ પગથિયાં છે જે મધર આ પ્રમાણે સમજાવે છે ઃ (૧) પ્રથમ છે અભીપ્સા આ અભિપ્સા જાગતા પહેરા જેવી, સતત એકધારી એવી પ્રભુ માટેની જ અભિપ્સા. (ર) બીજી વસ્તુ છે પરિત્યાગ, અર્થાત્‌ પોતાના મનના વિચારોનો, અભિપ્રાયોનો, પક્ષપાતોનો, ટેવોનો, મનનાં બાંધેલાં બંધારણોનો ત્યાગ.. જેથી નીરવ મનમાં મુક્ત અવકાશ મળી શકે. (૩) ત્રીજી વસ્તુ છે સમર્પણ ! પોતાની જાતનું, પોતાની ચેતનાની એકે એક ક્રિયાનું પ્રભુને તથા તેની શક્તિને સમર્પણ !…

આ શરતો પૂરી પાડવાનો ઈન્કાર અને આ માટે ભગવાનને જ બધું કરી આપવા માટે સાદ કરનાર તામસિક સમર્પણ એ આત્મવંચના છે- તે મૂક્તિ તથા સિÂધ્ધ પ્રત્યે હરગીજ લઈ જતું નથી… મહર્ષિ અરવિંદે તો ત્યાં સુધી કહયું છે કે હું અને મધર ભલે અલગ દેહ છીએ છતાં અમારા બેઉમાં પ્રવર્તમાન શક્તિ એક જ છે ! અને આ શક્તિ ને તેઓ પરાશક્તિ કહે છે ! ર૧મી ફેબ્રુઆરી મીરા આલ્ફાસા યાને કે મધરનો જન્મ દિવસ હોવાથી સાધકો અને અનુયાયીઓ આ દિવસના મહાત્મ્યને માણે છે ! મધરે એક નોંધ લખી છે ઃ “ તેમના વિના મારું અÂસ્તત્વ જ ન હોત અને મારા વિના એમનું સંપૂર્ણ યૌગિક રૂપાંતરણ શક્ય ન હોત !!”

બહુધા લોકોને મહર્ષિ શ્રી અરવિંદ અને મધર (માતાજી)નો તેમજ તેમના આંતરિક આધ્યાÂત્મક યોગનો, પોંડેચરી આશ્રમ અંગેનો વિશેષ ખ્યાલ નથી. સમગ્ર જગતમાં રહેલી ચેતના શક્તિને પોતાનામાં અભિભૂત કરવાનો યોગ જેને ઈન્ટીગ્રલ યોગ કહે છે તે કાર્યમાં એમનો ભગીરથ પ્રયાસ એજ એમની મુખ્ય સાધના બની રહી છે.. તારિખ ૧૭ નવેમ્બર ૧૯૭૩ના રોજ, ૯પ વર્ષની ઉંમરે મધરે દેહત્યાગ કર્યો હતો. મધર પોતાની ઐતસિક શક્તિથી (સાઈકોકાઈનેસિસ)એ પોતાના મનના પ્રભાવથી ભૌતિક વસ્તુઓને સ્પર્શ કર્યા વિના જાણી શકતાં હતાં ! એમની વિચાર વાણીએ લાખો માનવીઓના Ìદયને હચમચાવી મૂક્યાં છે !

તેઓ કહેતાં ઃ પ્રેમ એ પરમાત્માની ભેટ છે. પરમાત્માની કૃપામાં અગાધ વિશ્વાસ રાખો – તેમનાં જ શબ્દો ઃ “હે પ્રભુ તારી ઈચ્છા મુજબ જ થજો !” નું સતત સ્મરણ કરતાં રહો. મધરના સહારે અનુયાયીઓને અમૂલ્ય શક્તિ અને વિશ્વાસ મળતો રહે છે ! માતાજી કહેતાં ઃ હું નબળાઈઓ નહીં પણ સંભાવનાઓ પર મારો પ્રયન્ત કેન્દ્રિત કરું છું.. અત્યારે સદેહે ભલે નથી પણ તેઓ કહેતાં હું તમારા સૌમાં વસેલી છું. આશ્રમમાં પૂજા-આરતી- ભજનો- પ્રસાદ એવું કશું જ નથી થતું.

ત્યાં જનારાઓને અને ત્યાં રહેનારા સાધકોને બ્લેસીંગ પેકેટ મળે છે. જેમાં ફૂલની પાંખડીઓ સચવાયેલી હોય છે ! મધર કહેતાં ‘હું ફૂલોના માધ્યમ ધવારા ઝડપથી વૈશ્વિક ચેતનાનું તમારા સૌમાં રૂપાંતરણ કરી શકું છું ! આ બ્લેસીંગ પેકેટ ચાર રંગના હોય છે. જે અગત્યની તારિખો એ અલગ અલગ રંગના પેકેટ અપાય છે. અગત્યની તારિખોમાં ર૧ ફેબ્રુઆરી, ર૮ ફેબ્રુઆરી, ર૯ ફેબ્રુઆરી, ર૯ માર્ચ, ૪ એપ્રિલ, ર૪ એપ્રિલ, ૧પ ઓગસ્ટ, ૧૭ નવેમ્બર, ર૦ નવેમ્બર, ર૪ નવેમ્બર, પ ડીસેમ્બર અને ૯ ડીસેમ્બર છે! મધરનું પ્રતીક ગોળ આકારનું છે

જેમાં મધ્યમાં રહેલું વર્તુળ આÂત્મક ચેતના (અદિતિ)નું પ્રતીક છે. તે પછી વર્તુળમાંના ૪ વિભાગ જે જગદમ્બાની ચાર શક્તિઓનું પ્રતીક છે જે મા મહેશ્વરી, મા સરસ્વતી, મા મહાકાળી, અને મા મહાલક્ષ્મી છે. તે પછી વર્તુળમાં ૧ર વિભાગ છે જે સત્યનિષ્ઠા, પ્રયન્તશીલતા, પ્રગતિ, ઉદારતા, વિનમ્રતા, અભીપ્સા, સાહસ, સમતા, કૃતજ્ઞતા, ગ્રહણ શીલતા, શુભભાવ અને શાંતિના પ્રતીક દર્શાવે છે. મધર અને તેમનાં યૌગિક વિચારો વિષે અનેક પુસ્તકો લખાયા છે.

જેમાનું એક પુસ્તક ઃ “ધી મધર- ધી સ્ટોરી ઓફ હર લાઈફ” પ૪પ પાના, હાર્પર કોલીન્સ પબ્લીશર્સ અને લેખકઃ જયોર્જીસ વેન રેકમનું માસ્ટર પીસ કહી શકાય. વર્ષ ૧૯૭૦માં પોંંડેચરી અને ત્યારબાદ ૧૯૭૮માં એરોવિલેમાં સ્થાયી થયા બાદ જીવનના અંત સુધી ત્યાં જ રહયાં. મૂળ બેલ્જીયન હતાં- મારે એમની સાથે ઘરોબો હતો તે મારું સદનસીબ. જયારે જયારે મળતાં ત્યારે કહેતા ઃ ‘મધુ મારી પાસે સો વર્ષ સુધી લખાય તેટલું મધરનું કાર્ય હાથવગુ છે !’ ર૮ માર્ચ ૧૯૩પમાં જન્મેલા આ મહાનુભાવે ૩૦ ઓગસ્ટ ર૦૧રના રોજ ૭૭ વર્ષના જીવનકાળને આવજો કહયું હતું !

ખિડકી ઃ તમારા અંતરાત્માને અનુસરો, મનને નહિઃ (માતાજી)

ઝબકારા ઃ- ૩૧ ડીસેમ્બર ૧૯૧૧ના રોજ મધ્યરાત્રીએ મીરા આલ્ફાસા એ બારી ખોલતાં પ્રકાશિત ખરતો તારો નીહાળ્યો અને શીધ્ર બોલી ઉઠયાં ‘મારા દેહમાં પરાશક્તિનો સુભગ મીલન થાય !’ એ સમયે પણ માન્યતા હતી જ કે ખરતા તારાને નિહાળતા Ìદયમાં જે ભાવના ઉદ્‌ભવે તે સાકાર થાય છે. મીરાંની કૂંડલીનીઓ જાગ્રત બનતી ચાલી- નાભિથી મÂસ્તષ્ક સુધી, રોમે-રોમમાં પરાશક્તિ એ (ઈશ્વરીય તાકાત) સંપૂર્ણ કબજો મેળવી લીધો હતો !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.