Western Times News

Gujarati News

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૧૭ જણસીની આવક

ભાવનગર, ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ૨૨ માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી.

મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી.

૨૨ માર્ચના રોજ કુલ ૧૭ જણસીઓની આવક નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ૧,૪૦,૦૦૦ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ ૧૭૨ રૂપિયાથી લઈને ૨૫૫ રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી ૧૩,૧૫૮ ની આવક નોંધાઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ ૧૨૧ અને ઊંચા ભાવ ૩૨૪ રૂપિયા સુધીના નોંધાયા હતા.

૨૧ માર્ચ ના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મણના નીચા ભાવ ૧૦૭૪ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૧૨૭૦ રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ ૪૫૫ થી લઈને ૬૬૨ રૂપિયા સુધીના નોંધાયા હતા.

આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ૩૧૯ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૫૩૧ રૂપિયા સુધીના નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ૫૦૦ રૂપિયાથી લઈને ૨,૪૫૨ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા.

યાર્ડમાં કપાસના ૬૩ ગાસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના ભાવ ૧,૧૩૮ રૂપિયાથી લઈને ૧,૪૯૯ રૂપિયા સુધીના નોંધાયા હતા. યાર્ડમાં લીલા નારિયેળના ૨૮,૨૦૦ નંગની આવક થઇ હતી. ૧૦૦ નંગના નીચા ભાવ ૪૯૫ રૂપિયા રહ્યા હતાં. ઊંચા ભાવ ૧,૬૫૮રૂપિયા સુધી નોંધાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.