Western Times News

Gujarati News

ભાડજમાં બોગસ દસ્તાવેજાે બનાવી કરોડોની જમીનમાંથી ભાઈઓએ બહેનોના નામો કમી કરાવ્યા

ભાડજમાં વારસાઈમાં મળેલી કરોડોની જમીનમાંથી બહેનોના નામો
કમી કરાવવા ભાઈઓએ તલાટી સાથે સાંઠગાંઠ કરી

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીના રોજ બનતા બનાવો વચ્ચે શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી છેતરપીંડીની ફરીયાદ નોંધાવા પામી છે. જેમાં વારસાઈમાં મળેલી કિંમતી જમીનના દસ્તાવેજમાંથી બોગસ દસ્તાવેજા બનાવીને બહેનોના નામ કમી કરાવી સગા ભાઈઓએ છેતરપીંડી આચરી છે. આ ફરીયાદમાં બહેનોએ તત્કાલિન તલાટીની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.

ફરીયાદી બહેનોએ આ અંગેના દસ્તાવેજા કઢાવતા તેમાં તમામ દસ્તાવેજા બોગસ હોવાનું જણાયુ છે. આ ફરીયાદને આધારે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ઔદ્યોગિકા વિકાસ તથા શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલી જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે.

આ પરિસ્થિતિ ગઠીયાઓએ લાભ ઉઠાવવાનો શરૂ કર્યો છે. જેના પરિણામે જમીનના મુદ્દે છેતરપીંડી કરવાની સંખ્યાબંધ ફરીયાદો નોંધાઈ રહી છે.  શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી ગાંધીસાગર સોસાયટીમાં રહેતા શાંતાબેન શકરાભાઈ પરમાર નામની મહિલા તથા તેની બહેનોએ સોલા પોલીસ સ્ટેશનમાં પોતાના જ સગા બે ભાઈઓ સામે જમીન બાબતે છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ નોંધાવી છે.

શાંતાબેનના પિતા કાળાભાઈને અમદાવાદને અડીને આવેલી કુલ ૪૭ વીઘા જમીનની કિંમત કરોડોમાં થવા જાય છે. ૧૯૮૭ સુધી આ જમીન કાળાભાઈનાનામે હતી અને આ જમીનમાં હક્કદાર તરીકે સૌથી મોટા બહેન શાંતાબેન તથા તેમના અન્ય બહેનો કમળાબેન, સંતોકબેન તથા નાના બે ભાઈઓ નટવરભાઈ અને રામજીભાઈના નામો હતા.

૧૯૮૭ બાદ નટવરભાઈ કાળાભાઈ પરમાર જે રાણીપમાં જૂની ગાંધી સાગર સોસાયટીમાં રહે છે. અને રામજીભાઈ ભાડજમાં રહે છે. તેઓએ આ જમીન પોતાના નામે કરી લીધી હતી. આ અંગેની જાણ થતાં શાંતાબેને એ સમયે પોતાના પિતા કાળાભાઈને આ અંગેની જાણ કરી હતી.

પિતા કાળાભાઈએ જમીનમાંથી નામ કમી કરાવવાની કોઈજ કાર્યવાહી ન કરી હોવાનું જણાવ્યુ હતુ. આ બધું જ નટવર અને રામજીએ બારોબાર કર્યુ હોવાનું જાણવા મળતા બહેનો ચોંકી ઉઠી હતી. આ અંગે નટવર અને રામજીને પણ આ અંગે જણાવ્યુ હતુ. પરંતુ તેઓ યોગ્ય જવાબ આપતા નહોતા.

જેના પરિણામે િંકંમતી જમીનમાંથી બારોબાર બહેનોના નામ કમી કરાયા તે અંગેની જાણકારી નિષ્ણાંતો દ્વારા મદદ મેળવવામાં આવી હતી. તપાસ કરતાં નામ કમી કરાવવાના દસ્તાવેજા સંપૂર્ણપણે બોગસ હોવાનું જાણવા મળ્યુ હતુ. ખોટા દસ્તાવેજા ઉપર અન્ય લોકોના અંગુઠા લગાવીને વારસાઈની જમીન હડપ કરી લેવામાં આવી હતી. આ તમામ કાર્યવાહીમાં એ સમયે ફરજ બજાવતા તલાટીની પણ સંડોવણી હોવાનું બહેનોએ જણાવ્યુ હતુ.

ગેરકાયદેસર રીતે કિંમતી જમીનમાંથી બહેનોના નામ કમી કરાવી દેવામાં આવ્યા હોવાથી બહેનોમાં રોષ જાવા મળતો હતો. જેના પરિણામે બ્હેનોએ ભાઈને આ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યુ હતુ અને તમામ બોગસ દસ્તાવેજા પણ બતાવ્યા હતા. પરંતુ આ અંગે બંન્ને ભાઈઓ નટવર અને રામજીએ યોગ્ય ખુલાસો કરવાને બદલે ઉડાઉ જવાબ આપી દીધો હતો. પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાતા શાંતાબેન પરમાર તથા તેમની બહેનો બોગસ દસ્તાવેજા લઈને સોલા પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી.

ત્યાં આ તમામ દસ્તાવેજા રજુ કરીને તેમના જ બે સગા ભાઈઓે વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. સોલા પોલીસે જમીનની બાબતમાં સગા ભાઈઓએ બહેનો સાથે કરેલી છેતરપીંડીની આ ઘટનામાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે અને બહેનોએ રજુ કરેલા તમામ દસ્તાવેજાની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

બહેનોએ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે નામ કમી કરવા માટે બનાવેલા દસ્તાવેજામાં તેમનો અંગુઠો નથી આ કોઈ અન્ય વ્યÂક્તઓ મારફતે બોગસ દસ્તાવેજા બનાવવામાં આવ્યા છે. સોલા પોલીસે ચોંકાવનારી આ ઘટનામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.હાલના બજાર ભાવે જમીનની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે એવું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.