Western Times News

Gujarati News

મહુવામાં સ્પાની આડમાં ચાલી રહ્યુ હતું કુટણખાનું

પ્રતિકાત્મક

ભાવનગર, ભાવનગર જીલ્લાના મહુવા શહેરમાં સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ચલાવાતું હોવાની પોલીસની મળેલી બાતમીના આધારે દરોડો પાડતા સ્પા સેન્ટરમાંથી સ્પા સેન્ટરના બે સંચાલકો મળી આવતા તેની ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી કરેલ જયારે ભાવનગર શહેરમાં રહેતો એક શખ્સ ફરાર થતા તેને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ છે.

મહુવા મેઘદુત સીનેમાંથી કાગબાપુ ચોક તરફ જતાં રોડ પર આવેલ નોમીની બજાર કોમ્પ્લેક્ષમાં જાહીદભાઈ ઉસ્માનભાઈ સૈયદ રહે. ભાવનગર તથા વિપુલભાઈ રમણીકલાલ મહેતા રહે. મહુવા, વાળા પટાયા ફેમીલી સ્પા નામનું સેન્ટર માં સ્પાની આડમાં પોતાના આર્થિક લાભ સારું બહારથી ભાડુઆત સ્ત્રીઓને લાવી તેઓને પોતાના હવાલામાં રાખી બહારથી પુરુષ ગ્રાહકોને બોલાવી તમામ સુવિધા પુરી પાડી દેહવ્યાપારની પ્રવૃત્તિનો ધંધો કરી કુટણખાનું ચલાવે છે.

જે હકીકતને આધારે હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા પટાયા ફેમીલી સ્પા સેન્ટર પર થાઈલેન્ડની બે યુવતીઓ તથા ઈમરાનભાઈ સલીમીભાઈ સોરઠીયયા, ઉ.વ.૩૦ ધંધો પ્રા.નોકરી રહે. પીરવાડી વરતેજ વાળાળ તથા વિપુલભાઈ રમણીકલાલ મહેતા ઉ.વ.૪૪ ધંધો વેપાર રહે. ધાવડી ચોક બ્લુ ડાયમંડ હોટલની સામે, મહુવા વાળા રેઈડ દરમ્યાન હાજર મળી આવેલ

જયારે જાહીદભાઈ ઉસ્માનભાઈ સૈયદ રહે. દેવજી ભગતના ધર્મશાળા પાસે ભાવનગર સ્થળ પર હાજર નહી મળી આવી ગુનો કરતા મહુવા ટાઉન પો.સ્ટે. માં ધી ઈમોરલ ટ્રાફીક એકટ મુજબ ગુનો રજી. કરી આગળની તપાસ મહુવા પો.સ્ટે.ના પો.સ.ઈ.એસ.એ ઝાલા ચલાવી રહેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.