Western Times News

Gujarati News

નડિયાદ એસટી ડેપો ખાતે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડીઆદ એસ ટી બસ સ્ટેશન ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુવે ના માર્ગદર્શન હેઠળ હરિદાસ અર્બન હેલ્થના મેડિકલ ઓફિસર ડૉક્ટર હેની પટેલ તથા આરોગ્ય કર્મચારીના સ્ટાફ દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ડાયાબિટીસ , ટીબી,

બીપી, ૐમ્ (હિમોગ્લોબીન લોહીની ટકાવારી), બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ , આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવેલ છે તે મેડિકલ કેમ્પ માં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ડી એન બારોટ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિપુલ અમિન એ માર્ગદર્શન આપ્યું હતું આ કેમ્પ આગામી બે દિવસ સુધી ચાલનાર છે. જેમાં ડેપો મેનેજર કે.કે.પરમાર, ડીટીઓ આઈ.જે.નાઈ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.