Western Times News

Gujarati News

પ્રોસ્ટેટ કેન્સરના દર્દી સારવાર પછી પણ લાંબુ જીવન જીવી શકે છે

વિશ્વમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ ર૦ર૦થી ર૦૪૦ દરમ્યાન બમણાં થશેઃ લેન્સેટ

(એજન્સી)નવીદિલ્હી, વિશ્વભરમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ ર૦ર૦થી ર૦૪૦ના ગાળામાં બમણા થવાની આશંકા છે. ધ લેન્સેટ કમીશન એ જણાવ્યું હતું કે સુચીત ગાળામાં આ રોગથી થનારા મૃત્યુની સંખ્યામાં ૮પ ટકા ઉછાળો નોધાયો જેની સૌથી વધુ અસર નીચે અને મધ્યમ આવક ધરાવતા દેશો પર થવાની શકયયતા છે.
રીસર્ચના જણાવ્યા અનુસાર કેસોમાં ઉછાળો નિશ્ચિત છે. Prostate cancer patients can live a long life even after treatment

નિદાન નહી થવાથી તેમજ ડેટા કલેકશનના અભાવે પ્રોસ્ટેટ કેન્સરના કેન્સરની વાસ્તકીતા સંખ્યા ઘણી ઉચી રહેવાની શકયત ાછે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર વિશ્વમાં લોકોની વધતી વય અને સરેરાશ આયુષ્યને વૃદ્ધિને કારણે વૃદ્ધ પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર વધશે. રોગ માટે પ૦ કે એથી વધુ વય રીસ્ક ફેકટર હોવાથી જીવનશૈલીમાં ફેરફાર કે જાહેર આરોગ્યમાં સુધારો પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં ઉછાળા અટકાવી નહી શકે.

પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો
વારંવાર પેશાબ કરવાની જરૂર છે, ખાસ કરીને રાત્રે.
પેશાબ શરૂ કરવામાં અથવા પેશાબને રોકી રાખવામાં મુશ્કેલી.
પેશાબનો નબળો અથવા વિક્ષેપિત પ્રવાહ.
પીડાદાયક અથવા બર્નિંગ પેશાબ.
હેમેટુરિયા (પેશાબમાં લોહી)

લેન્સેટ કમીશનના મુખ્ય રીસર્ચર નીક જેમે જણાવ્યું હતું કે વિશ્વભરમાં આધેડના અને વૃદ્ધ પુરુષોની સંખ્યાય વધી રહી છે. ત્યારે પ્રોસ્ટેટ કેન્સરના કેસમાં વધારો નિશ્ચિત છે. આપણપે અત્યારથી આ વાત જાણીએ છીએ. અને એટલે આગોતરા પગલાં જરૂરી છે.નિક જેમ્સ લંડનના ધ ઈલન્સ્ટીટયુટ ઓફ કેન્સર રીસર્ચ્માં પ્રોસ્ટેટ અને બ્લેડર કેન્સર રીસર્ચના પ્રોફેસર છે.

કમીશને લોકોને પ્રોસ્ટેટ કેન્સર અંગે શિક્ષીત અને જાગૃત કરવા સાથે તેના વહેલા નિદાન પર ભાર મુકયો હતો. જેથી આગામી વર્ષોથી લોકોનું જીવન બચાવી શકાય. જેમ્સે જણાવ્યું હતું કે આગામી સમયમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસની વૃદ્ધિમાં નીચી અને મધ્યયમ આવક ધરાવતા દેશોની મોટો હિસ્સો હશે.” રીસર્ચ્ના જણાવ્યા અનુસાર પુરુષો અને તેમના પરીવારોમાં હાડકાંનો દુખાવો જેવા મેટાસ્સ્ટેટીક પ્રોસ્ટેટ કેનસરના લક્ષણો અંગે નહીવત જાગૃતિ હોવાથી તેનું વહેલું નિદાન થઈ શકતું નથી.

મુંબઈના આશીર્વાદ ઈન્સ્ટીટયુટ ફોર પેઈન મેનેજમેન્ટ એનડ રીસર્ચના ડીરેકટર ડો. લક્ષ્મીવાસે જણાવ્યું હતું કે,પ્રોસ્ટેટ કેન્સરમાં કરોડજજુને દુખાવો મુખ્ય લક્ષણોમાંનું એક છે. અન્ય દુખાવો પેશાબ કરતી વખતે થતો હોય છે.” ઓછા લોકો જાણે કે છે કે પ્રોસ્ટેટ કેન્સરના દર્દી સારવાર દ્વારા લાંબુ જીવન જીવી શકે છે. આવા દર્દીઓ માટે હોર્મોન થેરાપી અસરકારક છે અને વાજબે દરે ઉપલબ્ધ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.