Western Times News

Gujarati News

રોડ ઉપર જ્યાં ડેન્જર ઝોન અને અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં પીળા પટ્ટા લગાવાયા

AMC અને ટ્રાફીક પોલીસ ઘ્વારા નબીરાઓની સ્ટંટબાજી રોકવા સંયુકત પ્રયાસ

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં પણ વધારો થતો હોય છે. રોડ ઉપર વાહન ચાલકો દ્વારા બેફામ સ્પીડે વાહન ચાલી અકસ્માત સર્જતા હોય છે.

શહેરના સિંધુભવન રોડ ઉપર મોડી રાત્રે નબીરાઓ દ્વારા સ્ટંટ પણ કરવામાં આવે છે. જેને ધ્યાનમાં લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો ધીમે વાહન ચલાવે તેના માટે સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન અને તાજ હોટલ નજીક રંબલર સ્ટ્રીપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે. જેના કારણે રોડ પર બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોને ધીમે વાહન ચલાવવાની અને ડેન્જર ઝોન હોવાનો ખ્યાલ આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગના એડિશનલ સીટી ઇજનેર પ્રેમલ શેઠે જણાવ્યું હતું કે શહેરમાં રોડ ઉપર જ્યાં ડેન્જર ઝોન અને અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં રંબલર સ્ટ્રીપ (પીળા પટ્ટા) લગાવવામાં આવે છે. જેના કારણે આગળ ચાર રસ્તા અને અકસ્માત ઝોન હોવાની વાહન ચાલકને પોતાના વાહનની સ્પીડ ધીમી કરવા અંગેની જાણકારી થાય છે.

ટ્રાફિક પોલીસ દ્વારા સર્વે કરી અને જે જગ્યાએ અકસ્માત ઝોન અથવા તો ડેન્જર ઝોન હોય તેની માહિતી આપવામાં આવતી હોય છે જેના આધારે શહેરના સિંધુભવન રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રંબલર સ્ટ્રીપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે.

શહેરના સિંધુભવન રોડ ઉપર સૌથી વધારે રેસ ડ્રાઇવિંગ થતું હોય છે. મોડી રાત્રે નબીરાઓ દ્વારા સરદાર પટેલ રિંગરોડ થી લઈ પકવાન ચાર રસ્તા સુધી સ્ટંટ બાજી અને બેફામપણે વાહન ચલાવતા હોય છે ત્યારે આવા વાહનચાલકોને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને રંબલર સ્ટ્રીપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે.

ભૂતકાળમાં સિંધુ ભવન રોડ ઉપર સ્ટંટબાજીના કિસ્સાઓ સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ બાબતે સર્વે કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. સિંધુભવન રોડ ઉપર અન્ય એક જગ્યાએ પણ હજી રંબલર સ્ટ્રીપ (પીળા પટ્ટા)  લગાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.