Western Times News

Gujarati News

આજે દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી વધુ ફી લેતી અભિનેત્રી

આર્મી ઓફિસર બનવાનું હતું સપનું

દિવ્યાંકા ત્રિપાઠીએ વર્ષ ૨૦૦૪માં ‘ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ’થી કરિયરની શરૂઆત કરી હતી

મુંબઈ, ફિલ્મોમાં સફળતા, ફેમ અને પૈસા સરળતાથી નથી મળતાં. આ ઇન્ડસ્ટ્રીમાં કંઇ પણ મેળવવા માટે એક્ટર્સે એડી-ચોટીનું જોર લગાવવાનું પડે છે. બોલિવૂડ સ્ટાર્સની વાત હોય કે ટીવી એક્ટર્સની, દરેકના કરિયરમાં અલગ-અલગ પ્રકારના પડકાર આવે છે અને એક્ટર્સે આ પડકારોનો સામનો કરતાં આગળ વધવું પડે છે. આજે ટીવીની જે લોકપ્રિય એક્ટ્રેસની અહીં વાત કરી રહ્યાં છીએ તે દિવ્યાંકા ત્રિપાઠી છે.

દિવ્યાંકા ત્રિપાઠીએ વર્ષ ૨૦૦૪માં ‘ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ’થી કરિયરની શરૂઆત કરી હતી અને વર્ષ ૨૦૦૬માં તે ટીવીની પોપ્યુલર સીરિયલ ‘બનૂં મે તેરી દુલ્હન’માં લીડ રોલમાં જોવા મળી હતી. આ સીરિયલથી તેણે ઘર-ઘરમાં ઓળખ મેળવી હતી. દિવ્યાંકા ત્રણ વર્ષ સુધી આ સીરિયલનો હિસ્સો રહી હતી. બનું મેં તેરી દુલ્હન’ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ ‘ખાના ખઝાના’, ‘ઇન્તેઝાર’, ‘મિસ્ટર એન્ડ મિસિસ શર્મા અલ્હાબાદવાલે’, ‘રામાયણ’, ‘તેરી મેરી લવ સ્ટોરીઝ’, ‘અદાલત’, ‘યે હૈ મોહબ્બતેં’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

દિવ્યાંકા ત્રિપાઠીને ફરી એકવાર ‘યે હૈ મોહબ્બતેં’થી દર્શકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિયતા મળી. ટીવી શોઝની જાણીતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પણ ટીવીના પોપ્યુલર સ્ટંટ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, આજે આ એક્ટ્રેસ દર એપિસોડ માટે ૧થી ૧.૫ લાખ રૂપિયાની તગડી ફીસ ચાર્જ કરે છે. ટીવીની ફેવરેટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી ભલે આજે પડદા પર રાજ કરી રહી હોય, પરંતુ હકીકતમાં તે ક્યારેય એક્ટિંગની દુનિયામાં આવવા માંગતી ન હતી.

ભોપાલની આ એક્ટ્રેસ ઇન્ડિયન આર્મીમાં ઓફિસર બનીને દેશની સેવા કરવા માંગતી હતી, પરંતુ તેની કિસ્મતમાં કંઈક બીજું જ હતું. ભોપાલમાં એક લોકલ બ્યૂટી પેજેંટે દિવ્યાંકા ત્રિપાઠીની કિસ્મત બદલી નાખી હતી. તેણે મસ્તીમાં પોતાના મિત્રોના કહેવા પર ભોપલાના બ્યૂટી પેજેંટમાં ભાગ લીધો હતો અને તે તેની વિજેતા બની હતી અને અહીંથી તેણે મોડેલિંગની દુનિયામાં તેની નવી કરિયરની શરૂઆત કરી હતી.દિવ્યાંકા ત્રિપાઠી માત્ર ટીવી પર જ નહીં પરંતુ બોલિવૂડની ગણતરીની નસીબદાર એક્ટ્રેસીસમાં પણ સામેલ છે જેમને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી. વોશિંગ પાવડર ઘડીની એડમાં દિવ્યાંકા ત્રિપાઠી અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.