Western Times News

Gujarati News

ફ્લાઇટમાં અનિલ કપૂરને જોઇને લોકોએ સેલ્ફી લેવા કરી પડાપડી

મુંબઈ, મેગાસ્ટાર અનિલ કપૂર સતત કોઇને કોઇ વાતને લઇને ચર્ચાનો મુદ્દો બનતા હોય છે. અભિનેતા સતત હિટ પર હિટ મુવી આપી રહ્યા છે. એનિમલ અને ફાઇટર એમ બન્ને મુવીમાં અનિલ કપૂર જોવા મળ્યા. આ બન્ને મુવીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

હવે અભિનેતા પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્‌સની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વચ્ચે અનિલ કપૂરની એક તસવીર સામે આવી છે જેમાં એવરગ્રીન અભિનેતા ફ્લાઇટમાં ભીડની વચ્ચે મસ્ત સ્માઇલ આપતા જોવા મળી રહ્યા છે. આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે ટ્રાવેલ કરવા માટે બોર્ડ પર હતા.

કપૂરે ફેન્સની પાસે સેલ્ફી લીધી અને પછી દરેકને ખુશ કરી દીધા.ઉલ્લેખનીય છે કે કે એક્ટરે ફ્લાઇટમાં દરેક લોકોને ખુશ કરી દીધા છે. આ સાથે સેલ્ફી લઇને એ વાતની સાબિતી કરી દીધી છે કે ફેન્સનું કેટલુ ધ્યાન રાખે છે. આ સાથે ફેન્સ વખાણ કરી રહ્યા છે.

આ સાથે સમ્માન પણ કરી રહ્યા છે. સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહેલી મુલાકાતની આ તસવીર એ વાતની સાબિત આપી છે કે અનિલ કપૂર માત્ર ઓન સ્ક્રીન જ નહીં, પરંતુ ઓફ સ્ક્રીન પણ લોકોનું દિલ જીતી રહ્યા છે.અનિલ કપૂરના વર્કળન્ટની વાત કરીએ તો એનિમલ અને ફાઇટર મુવીમાં લાસ્ટમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

આ સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પણ રેકોર્ડ બનાવી રહી છે. ‘અનિલ કપૂર વર્સેઝ અનિલ કપૂર’ ની મુમેન્ટ ત્યારે આવી જ્યારે ફાઇટરે એનિમલનો રેકોર્ડ તોડ્યો. ઓટીટી પર ૧૦ દિવસોમાં લગભગ ૧૨.૪ મિલિયન વ્યૂઝ પાર કરનાર બોલિવૂડની સૌથી ફાટેસ્ટ ફિલ્મ બની ગઇ છે.આટલું જ નહીં, અનિલ કપૂર નિર્મિત ફિલ્મ ક્‰ એ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

આ મુવી એક ફીમેલ લેડ ફિલ્મ છે જેને બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. આમ, તમને જણાવી દઇએ કે સિનેમા આઇકોન એમની આગામી ફિલ્મ સૂબેદાર માટે તૈયારી કરી રહ્યા છે. આ મુવીને સુરેશ ત્રિવેણી દ્રારા નિર્દેશિત કરવામાં આવશે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.