Western Times News

Gujarati News

વલસાડના તિઘરા ગામે બંગલામાં રમાઈ રહ્યો હતો IPLનો સટ્ટો: દુબઈથી ચાલી રહ્યુ હતું નેટવર્ક

જુગાર રમતા ૧૦ ઇસમોને પોલીસે ઝડપી લીધા-બાતમીના આધારે કાર્યવાહીઃ ૨.૯૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

વલસાડ, વલસાડ જિલ્લાના પારડીના તિઘરા ગામ ખાતે એક બંગલામાં આઈપીએલનો સટ્ટો રામાઈ રહ્યો હોવાની બાતમીના આધારે આઈપીએલનો જુગાર રમતા ૧૦ ઇસમોને ૨.૯૪ લાખના મુદ્દામાલ એલસીબીની ટીમે ઝડપી પાડ્યા તેમજ દુબઇથી ઓપરેટ થતું હતું.

સટોડિયાંઓનું માર્કેટ દુબઇના ૫ જેટલાં બુકીઓને પોલીસે વાન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ જિલ્લાના પારડીના વાપી નજીક તીઘરા ગામે ફોરચુન નેસ્ટ સોસાયટીમાં બંગલો ભાડે રાખીને અંડર વર્લ્ડ અને બોલીવુડની અનેક હસ્તીઓની સંડોવણી જેમાં બહાર આવી ચુકી છે

એવા મહાદેવ ગેમિંગનું નેટવર્ક પોલીસે શુક્રવારે રાત્રિએ ઝડપી પાડયું છે. પ્રશાંત સેવક નામક ઈસમ તેના માણસો સાથે ઓનલાઇન આઈપીએલ ક્રિકેટ મેચ તેમજ ડ્રેગન ટાઈગર, કસીનો અને તીનપત્તી સહિત ૫૦૦ જેટલી રમતો પર ગ્રાહકોને મોબાઈલ પર ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો હતો.

વલસાડ એલસીબી અને પારડી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને બંગલામાં ઉપરના રૂમમાંથી એક કોમ્પ્યુટર, બે લેપટોપ, બેંક એકાઉન્ટ લીંક કરેલા ૧૩ મોબાઇલ ફોન તેમજ અન્ય ૧૧ મોબાઈલ ફોન, અને અલગ અલગ બેંકના ૨૭ જેટલા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સટ્ટો રમાડતા પ્રશાંત ઉર્ફે કચ્ચી ડાયાલાલ સેવક ઉવ ૩૭ મૂળ લાલબાગ મુંબઈ સહિત દસ જેટલા ઇસમોને રંગે ઝડપી પાડયા છે.

આઈપીએલની સિઝન ચાલી રહી છે ત્યારે પકડાયેલા આરોપી દ્રારા મહાદેવ નામની એપના માધ્યમથી અલગ અલગ ૪ જેટલી વેબસાઈટ પર જઈ આઈપીએલ ગેમ ઉપર સટ્ટો લગાવવાની જાણ વલસાડ પોલીસને થતા તાત્કાલિક રેડ કરી ૧૨ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્રારા ટેલિગ્રામ ગ્રૂપ તથા વોટ્‌સએપ ગ્રૂપ બનાવીને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો, સાથે પોલીસ ને શંકા ન જાય એ માટે મુખ્ય આરોપી દ્રારા બહારથી તમામ માણસોને સટ્ટો રમાડવા માટે બોલાવવામાં આવ્યા હતા.

થોડા દિવસ પહેલા બંગલો ભાડે લેવામાં આવ્યો હતો. દુબઈથી ચાલતી મહાદેવ બુકિંગ એપ ઉપર અનેકો લોકો ઓનલાઈન સટ્ટો રમે છે તો આ એપ ચલાવનાર વરૂણ બાફના ઉપર અનેકો ગુના નોંધાયા છે અને વરૂણ બાફના દુબઈ ભાગી ગયો છે ત્યારે વરૂણ બાફના દ્રારા વલસાડ જિલ્લા ખાતે ચલાવવામાં આવી રહેલા સત્તાને પકડવામાં પોલીસને આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે.

વલસાડ ન્ઝ્રમ્ની ટીમે મહાદેવ બુક ના માલિક સહિત ૫ ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. મહાદેવબેટિંગ એપ ચલાવનાર અગાઉ અમદાવાદ ખાતે કરોડો ના વરુણ બાફના અને સૌરવ જેઓ દુબઇથી આ નેટવર્ક ચલાવે છે જેઓ વિરુદ્ધ અમદાવાદમાં પણ ગુનો નોંધાઈ ચુક્યો છે. જેઓને વલસાડ પોલીસએ વોન્ટર્ડ જાહેર કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.