Western Times News

Gujarati News

મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક ઉપર સતત ૭ મી વખત ફોર્મ ભર્યું

ઈન્ડિયા ગઠબંધનથી કોઈ ફરક નથી પડવાનો ભાજપને ઃ મનસુખ વસાવા

(પ્રતિનિધિ) ભરૂચ, ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ભરૂચ ચૂંટણી કચેરી ખાતે પોતાની ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે સતત ૭ મી વખત દાવેદારી નોધાવી ફોર્મ ભર્યું હતું.ઉમેદવારી કરવા જતાં પહેલાં શક્તિનાથ ખાતે જાહેરસભા યોજી સમર્થકો સાથે ખુલ્લી જીપમાં રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે આવી પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપમાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ સાંસદ મનસુખ વસાવા આજે સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે નામાંકન ભરવા નિવાસ સ્થાને પોતાના પરિવાર સાથે પૂજાપાઠ કરી એમને પત્નીએ મોં મીઠું કરાવ્યું હતું અને ઘરેથી તેમનાં કુટુંબીજનો અને શુભેચ્છકોની શુભેચ્છા લઈ તેઓ આદ્યશક્તિ માં હરસિધ્ધિના મંદિરે પહોંચ્યા હતા અને પૂજાપાઠ કરી રાજપીપળાથી ભરૂચ રવાના થયા હતા.

જેમાં ઝઘડીયા સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે દર્શન કરી ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં જાહેરસભા યોજી હતી.આ પ્રસંગે ભરૂચના પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા,પૂર્વ રાજ્ય રેલ્વે મંત્રી દર્શના જરદોશ,જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,ધારાસભ્યો અરૂણસિંહ રણા,રમેશ મિસ્ત્રી, ડી કે સ્વામી,ઈશ્વરસિંહ પટેલ, રીતેશ વસાવા,સંગઠન પ્રભારી અશોક પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

જે બાદ રેલી સ્વરૂપે ખુલ્લી જીપમાં કલેકટર કચેરી ખાતે રવાના થાય હતા.રેલી દરમ્યાન આદિવાસી પોશાકમાં લોક નૃત્ય અને ડીજે ના તાલે હાથમાં ભાજપના ઝંડા લઈ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.જે બાદ મનસુખ વસાવાએ ચુંટણી અધિકારીની સમક્ષ પોતાનું સતત ૭મી વખત ઉમેદવારી નોંધાવી હતી.

આ પ્રસંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મને પાર્ટીએ સતત ૭ મી વખત ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે.જેથી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉમેદવારી કરી છે અને મને વિશ્વાસ છે કે પાર્ટીના પાછલા લોકસભાના જે રોકોર્ડ છે તે તમામ પાર કરીને આ વખતે ૫ લાખ વધુ મતોથી
ભાજપ ભરૂચ લોકસભા જીતવાનું છે.

તેમજ વસાવાના ત્રિકોણીયા જંગ બાબતે તેઓએ જણાવ્યું હતું કે જયારે કોંગ્રેસનો સોળે કળાએ સૂરજ તપતો હતો ત્યારે પણ ભાજપ જીતી છે અને સામે કોઈપણ ઉમેદવાર હશે ખૂબ સરળતાથી જીતવાના છે.નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ન બને તે માટે ઈન્ડિયા ગંઠબંધન બનાવવામાં આવ્યું છે.તો પણ ભાજપને કોઈ ફરક પડવાનો નથી અને સંગઠનની તાકાત અને સરકારના કરેલા કામોના આધારે લોકસભા જીતતી આવી છે અને આ વખતે પણ જીતવાની છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.