Western Times News

Gujarati News

પોકસોના ગુનામાં સંડોવાયેલા આરોપીને મુંબઈથી ઝડપી પાડતી જંબુસર પોલીસ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ ફરિયાદીની સગીર વયની દીકરીને મુબારક કાલુ મુસા વોરા પટેલ રહે.ખાનપુર દેહનાઓએ સગીરાને પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી ગત તારીખ ૧૧ મી એપ્રિલના રોજ ૧૧ઃ૩૦ થી ૧૨ એપ્રિલ ૨૦૨૪ ના સવારના ૫ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે ફરિયાદીના વાલી પણા માંથી ભગાડી લઈ જઈ ગુનો કર્યો હતો.

જે અંગે સગીરાના પિતાએ જંબુસર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જે બાબતે જંબુસર પોલીસે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને જંબુસર ડીવાયએસપી પી એલ ચૌધરી તથા પીઆઈ એ વી પાનમિયાની સૂચના અને માર્ગદર્શન આધારે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ

રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ મેરુભા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ નિકિતાબેન નાઓએ ભોગ બનનાર તથા આરોપીની તપાસ કરતા સદર આરોપી તથા ભોગ બનનાર મુંબઈ રેલ્વે સ્ટેશન હોય જે બાતમી આધારે ગણતરીના કલાકમાં આરોપીને મુંબઈથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.