Western Times News

Gujarati News

અટલજીની પ્રતિમા હંમેશા સુશાસનની પ્રેરણા આપતી રહેશે: PM મોદી

લખનઉ: પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાયપેયીની 95મી જયંતીના ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉ લોકભવનમાં તેમની 25 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજનાથ સિંહ હાજર રહ્યાં હતા. આ સાથે જ અટલ બિહારી વાજપેયીએ મેડિકલ યુનિવર્સિટીનું પણ ભૂમિ પૂજન કર્યું હતું.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે દેશમાં સુશાસન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. અટલજી અહીંના સાંસદ હતા, ત્યારે તેમણે વિકાસના કામો કરાવ્યા હતા. લખનઉને આગવી ઓળખ અપાવી હતી. સાંસદ તરીકે હવે રાજનાથ સિંહજી અટલજીની વિરાસત સંભાળી રહ્યાં છે. સુશાસન ત્યાં સુધી સંભવ નથી, જ્યાં સુધી સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરીશું.

PM મોદીએ જણાવ્યું કે, આર્ટીકલ 370 દાયકાઓ જૂની બીમારી હતી અને આપણને વારસામાં મળી હતી. જો કે અમે તેનું સમાધાન કર્યું. રામજન્મ ભૂમિનો વિવાદ પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવ્યો. નાગરિક્તા કાયદા પર બોલતા PM મોદીએ જણાવ્યું કે, લાખો ગરીબ, દલિત સ્વતંત્રતા બાદ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી જે આવ્યા, તેમને અમારી સરકારે નાગરિક્તા આપવાનું કામ કર્યું. અમે દરેક ગરીબને ઘર, દરેક ઘરમાં જળ અને પડકારોને પડકારો આપવાના સ્વભાવથી નીકળ્યા છીએય

આ કાર્યક્રમમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, પહેલા લખનઉથી અટલજી સાંસદ હતા અને આજે મને આ સૌભાગ્ય મળ્યું છે. જે મારા માટે મોટી વાત છે. તેમણે જણાવ્યું કે, જવાહર લાલ નેહરૂએ ઘણાં સમય પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે, અટલજી દેશના પ્રધાનમંત્રી બનશે. અટલજીના જીવનમાં પાર્ટી નહી, દેશહિત સર્વોપરી રહ્યું હતું. હવે વડાપ્રધાન મોદી અટલજીના સપનાને પૂર્ણ કરી રહ્યાં છે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીની મૂર્તિ એક વર્ષમાં બનીને તૈયાર થઈ ગઈ છે. અટલ બિહારીની 5 ટન વજન ધરાવતી અને 25 ફૂટ ઊંચી મૂર્તિ બનાવવા માટે અંદાજે 89.60 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

બીજી તરફ સરકારે પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના જન્મદિન અવસર પર બે મહત્વ પૂર્ણ યોજના “અટલ ભૂજલ યોજના” અને “અટલ ટનલ યોજના” શરૂ કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકારે 6000 કરોડ રુપિયા ફાળવશે. આ યોજનાનો લાભ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સામેલ છે. સરકારનો દાવો છે કે, આ યોજનાથી ખેડૂતોની આવક બેગણી કરવામાં સહાયતા મળશે. આ યોજનાથી 8350 ગામોને લાભ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.