Western Times News

Gujarati News

મંદિરા બેદી ૫૨ વર્ષની ઉંમરે પણ સ્લિમ બોડી ફિગર માટે જાણીતી

મુંબઈ, મંદિરા બેદીનો જન્મ કલકત્તામાં વેરિન્દર સિંહ અને ગીતા બેદીને ત્યાં થયો હતો. તેનો મોટો ભાઈ બેંકમાં છે. ૫૨ વર્ષની ઉંમરે પણ તે તેના ફિટ અને સ્લિમ બોડી ફિગર માટે જાણીતી છે. તો ચાલો આજે તેના પરિવાર વિશે વાત કરીએ.મંદિરા બેદી એક્ટિંગ, મોડલિંગ, ફેશન ડિઝાઈનિંગની સાથે -સાથે ટીવી પર પણ જોવા મળે છે.

મંદિરા બેદી ૯૦માં આવેલા ટીવી શો શાંતિમાં એક સિંપલ છોકરીનું પાત્ર નિભાવ્યું હતુ. ત્યાંથી તેમને ઘરે ઘરે ઓળખ મળી.મંદિરા બેદીએ શાહરુખ ખાનથી લઈ કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેમાં પણ કામ કર્યું છે. તેના પાત્રને પણ લોકોએ ખુબ પસંદ કર્યું હતુ.

ત્યારબાદ અનેક ટીવી સીરિયલમાં પણ જોવા મળી હતી.તેમણે બોમ્બેની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં તેમનું શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, બોમ્બેમાંથી સ્નાતક થઈ હતી.

ત્યારબાદ, તેણે બોમ્બેની સોફિયા પોલીટેકનિક કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.મંદિરા બેદીએ ૧૪ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. મંદિરા બેદીએ ૧૯ જૂન ૨૦૧૧ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં વીર નામના છોકરાને જન્મ આપ્યો હતો.

૨૦૧૩માં બેદી અને તેના પતિએ એક છોકરીને દત્તક લેવા માટે અરજી કરી હતી. ૨૮ જુલાઈ ૨૦૨૦ ના રોજ, તેઓએ ૪ વર્ષની છોકરીને દત્તક લીધી અને તેનું નામ તારા બેદી કૌશલ રાખ્યું.બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદી પોતાના જીવનનો સૌથી મુશ્કિલ સમયનો સામનો કરી રહી છે.તે હિન્દુ ધર્મમાં માને છે.

તેની નાભિની નીચે ઓમનું ટેટૂ છે જે વિષ્ણુની નાભિમાંથી બ્રહ્માંડના જન્મનું પ્રતીક છે. મંદિરા બેદી એક ફેશન ડિઝાઇનર છે અને તે સાડીઓ ડિઝાઇન કરે છે. સાથે પોતાની ફિટનેસનું પણ આટલું જ ધ્યાન આપે છે, તમને જણાવી દઈએ કે, મંદિરા બેદી એક પ્રખ્યાત ટીવી એન્કર પણ છે. એન્કર તરીકે આઈપીએલ સીઝન-૩ પણ કવર કરી છે.

આ સમયગાળા દરમિયાન મંદિરા બેદીની ફેશન સ્ટાઈલ અને સાડીનો દેખાવ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.૩૦ જૂન ૨૦૨૧ના રોજ રાજ કૌશલનું ૪૯ વર્ષની ઉંમરમાં સવારે હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.બંનેને દીકરો વીર છે. રાજ તથા મંદિરાએ દીકરી તારા દત્તક લીધી હતી.

મંદિરા બેદી તેના પતિને ખુબ જ મિસ કરે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરતી રહે છે.આ અભિનેત્રીએ ટીવી સિરીયલ, બોલિવુડની ફિલ્મો અને જાહેરાતમાં કામ કર્યું સાથે તેમણે આઈપીએલની સીઝન પણ હોસ્ટ કરી હતી. સૌને ચોંકાવી દીધા કે, અભિનેત્રી એક્ટિંગ સિવાય પણ અન્ય કામ સારી રીતે કરી શકે છે.મંદિરા બેદી લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે .

મંદિરા તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ભાડાના મકાનમાં રહેતી હતી. આજે તે આલીશાન બંગલામાં રહે છે. અભિનેત્રીના બંગલાનું નામ ‘રમા’ છે. આ સિવાય મંદિરા પાસે ઘણી મોંઘી કારોનું કલેક્શન પણ છે. મંદિરા બેદીની કુલ સંપત્તિ લગભગ ૧૮ કરોડ રૂપિયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.