Western Times News

Gujarati News

રાજકોટના ત્રણ વેપારીએ જામનગરના વેપારીને 11 કરોડનો ચૂનો ચોપડ્યો

પ્રતિકાત્મક

ભાગીદારીમાં ધંધો કરી માલ મગાવી નાણા ના ચૂકવ્યા

જામનગર, રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણ વેપારીએ ભાગીદારીમાં ખેત જણસોનો ધંધો શરૂ કર્યા પછી જામનગરના વેપારીને ૧૧ કરોડની રકમ ના ચૂકવી છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. આ મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જોકે ત્રણેય આરોપીઓએ રૂપિયા ચૂકવી દીધાનું ખોટું બેંક સ્ટેટમેન્ટ ઉભું કરીને મોકલાવી દીધું હતું.

મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં પારસ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ વિજયભાઈ કોટેચાએ વર્ષ ર૦ર૩માં રાજકોટમાં જલારામ, ઈÂન્દરા સર્કલ પાસે રહેતા હેમંતભાઈ મોહનભાઈ દાવડા અને તેના પુત્ર રવિભાઈ તથા અન્ય વેપારી પલકભાઈ કિરીટભાઈ રૂપારેલ સાથે ભાગીદારીમાં અલગ અલગ સમયે ખેત ઉત્પાદનની જણસો લે-વેચનો વ્યવસાય કર્યો હતો.

આ લે-વેચના સોદાઓ દરમિયાન જામનગરના વેપારીને રાજકોટના પિતા પુત્ર સહીતના ત્રણેય વેપારીઓ પાસેથી ૧૧ કરોડ ૧૮ લાખ રૂપિયા લેવાની નીકળતા હતા. જેને લઈને જામનગરના વેપારીએ આરોપી પિતા-પુત્ર પાસેથી વારંવાર ઉઘરાણી કરી હતી પરંતુ લેણાની રકમ ચૂકતે કરવામાં આવતી ન હતી.

બીજી તરફ પલકભાઈએ રૂપારેલએ વોટસએપમાં પાંચ કરોડ ર૮ લાખ રૂપિયા આરટીજીએસટી જમા કરાવ્યાની અલગ અલગ ત્રણ પહોંચો બનાવી અને ખોટું બેન્ક સ્ટેટમેન્ટ ઉભું કરી ત્રણેય આરોપીઓએ ફરિયાદીની લેણી નીકળતી રકમ ચૂકવી આપી હોવાનું દર્શાવ્યું હતું.

જોકે ત્રણેય આરોપીઓએ એકપણ રૂપિયો ના ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. આ વેપારીઓએ છેતરપિંડી કરવાના ઈરાદે ખોટા ડોકયુમેન્ટ બનાવી જામનગરના વેપારીના બેંક ખાતામાં નાણાં મોકલ્યા હોવાની ખોટી પહોંચો બનાવી, ત્રણેય વેપારીઓએ ૧૧.૧૮ કરોડની છેતરપીંડી કરી હોવાનું સામે આવતા જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.