Western Times News

Gujarati News

બેંક સાથે છેતરપિંડી કરનાર મેનેજરને ૧૫ કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

પ્રતિકાત્મક

અમદાવાદ, ગાંધીનગરના વિશેષ ન્યાયાધીશે આરોપી પ્રીતિ વિજય સાહજવાણી, તત્કાલીન સિનિયર મેનેજર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક (આઇઓબી) વસ્ત્રાપુર શાખા, અમદાવાદને ફોજદારી વિશ્વાસઘાત,

કિંમતી સુરક્ષા માટે બનાવટ, બનાવટી દસ્તાવેજને અસલી તરીકે ઉપયોગ કરવા અને બેંકને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના ગુનામાં રૂ. ૧૫,૦૬,૫૦,૦૦૦ના દંડ સાથે ૭ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે ફટકારવામાં આવેલા દંડમાંથી ૧૫ કરોડ રૂપિયા ફરિયાદી બેંકમાં જમા કરવાનો આદેશ આપ્યો છે.

સીબીઆઈએ ૨૯/૧૦/૨૦૦૧ના રોજ આરોપીઓએ રૂ.૨,૧૪,૯૩,૯૪૦ની આઈઓબી સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે, તત્કાલીન સિનિયર રિજનલ મેનેજર આઈઓબી, અમદાવાદની ફરિયાદના આધારે આજે દોષિત ઠરેલા આરોપી સહિતના લોકો સામે રૂપિયા ૨,૧૪,૯૩,૯૪૦ (અંદાજે) કેસ નોંધ્યો હતો.

આરોપીઓએ બે ખાતાઓની એફસીએનઆર થાપણોની અંતિમ પાકતી મુદતની ચુકવણી બે નકલી ખાતામાં જમા કરી તથા વાસ્તવિક થાપણદારોની બિન-સમર્પિત થાપણ રસીદોની સુરક્ષા સામે, રકમ, તારીખ, પાકતી મુદતના મૂલ્ય વગેરેમાં ફેરફાર કરીને, બનાવટી ખાતાઓમાં રૂ. ૧,૪૦,૫૦,૦૦૦ (આશરે) ની રોકડ ક્રેડિટ કરી હતી.તપાસ પૂર્ણ થયા બાદ ૧૫/૧૦/૨૦૦૩ના રોજ દોષિત આરોપીઓ સામે વિશ્વાસઘાત,

કિંમતી સુરક્ષાની બનાવટ, બનાવટી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરવા અને ગુનાહિત ગેરવર્તણૂંક સહિતના ગુના હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે વસ્ત્રાપુર શાખા, અમદાવાદના આઇઓબીના તત્કાલીન સિનિયર મેનેજર પ્રીતિ વિજય સાહિજવાણીએ પોતાના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરીને બે વ્યક્તિઓની ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર) બેન્ક ડિપોઝિટની

ફાઇનલ મેચ્યોરિટી પેમેન્ટ કેશ ક્રેડિટ (સીસી) એકાઉન્ટમાં અને એસબી એ/સી બનાવટી વ્યક્તિઓના નામે ડિપોઝિટ અથવા પાવર ઓફ એટર્ની (પીઓએ) હોલ્ડરની કોઇ સત્તા વિના વહેંચીને જમા કરાવી હતી. આ ઉપરાંત એફસીએનઆર (બી)ની બિન-સમર્પિત થાપણ રસીદોની સુરક્ષા સામે રૂ. ૧,૪૦,૫૦,૦૦૦/- ની રકમની ડિમાન્ડ લોન / રોકડ ક્રેડિટ્‌સ અન્ય પાંચ બનાવટી વ્યક્તિઓના નામે મંજૂર કરવામાં આવી હતી,

જેમાં જણાવ્યું હતું કે બે ખાતાધારકોને લગતી ડિપોઝિટ રકમ, તારીખ, પરિપક્વતા મૂલ્ય વગેરેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આરોપીઓએ ૨૭.૦૭.૨૦૦૧ના રોજ વ્યાજ સહિત આશરે રૂ. ૨ કરોડ (અંદાજે)થી વધુનું ખોટું નુકસાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.