Western Times News

Gujarati News

શું ઈલોન મસ્કને ભારતમાં ટેસ્લા લાવવામાં રસ નથી? અચાનક કેમ ચીનની મુલાકાત લીધી

ભારતનો પ્રવાસ ટાળીને ઇલોન મસ્ક ગુપચુપ ચીન પહોંચી ગયા

(એજન્સી)બેઈજીંગ, ટેસ્લાના સીઈઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક ન્યૂઝ એજન્સી રોયટર્સે આ મામલાની જાણકારી ધરાવતા બે લોકોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે ઇલોન મસ્કની ચીનની મુલાકાત એવા સમયે થઈ રહી છે. જ્યારે તેણે થોડા દિવસો પહેલા ભારતની મુલાકાત મોકૂફ કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે તે ટેસ્લાના કામને કારણે ભારત આવી શકશે નહીં.

On Apr. 28,2024 Premier Li Qiang met with @elonmusk  in Beijing. Premier Li said that @Tesla ‘s development in China is a successful example of China-US economic cooperation. Facts have proven that equal-footed cooperation for mutual benefit is in the best interests of both countries, and is also a shared aspiration of both peoples. China’s huge market will always be open to foreign-funded enterprises. We will continue to expand market access and improve services to provide foreign-funded enterprises with a better business environment and stronger support.

ઇલોન મસ્કના પ્રવાસને મુલતવી રાખવાની માહિતી ૨૦ એપ્રિલે બહાર આવી હતી. મસ્ક તેમના ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. આ બેઠકમાં ભારતીય બજારમાં ટેસ્લાની એન્ટ્રી પર પણ ચર્ચા થવાની હતી.

ભારતમાં ઈલેક્ટિક વાહનોનું માર્કેટ પણ ઝડપથી વધી રહ્યું છે. ભારત પ્રવાસ સ્થગિત કરવા પર, ઇલોન મસ્કએ કહ્યું હતું કે, “દુર્ભાગ્યે, ટેસ્લાની મોટી જવાબદારીઓને કારણે, ભારતનો પ્રવાસ મુલતવી રાખવો પડ્યો, પરંતુ હું આ વર્ષના અંતમાં ત્યાં જવા માટે ઉત્સાહિત છું.’

ઈલોન મસ્કની અચાનક ચીનની મુલાકાતના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, મોટાભાગના લોકોનું કહેવું છે કે મસ્ક ચીન પહોંચી ગયા છે જેથી ટેસ્લા ચીનના ઇલેક્ટિÙક વાહન માર્કેટમાં પ્રવેશ કરી શકે. ઇલેક્ટિÙક વાહનો માટે ચીન બીજા નંબરનું સૌથી મોટું બજાર છે. હાલમાં, ચીનમાં BYD, Li Auto,  Xpeng, નામની કાર કંપનીઓ છે, જે ઇલેક્ટિÙક વાહન સેગમેન્ટમાં કાર બનાવી રહી છે. BYDની ઇલેક્ટિક કાર ચીનમાં સૌથી વધુ વેચાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.