Western Times News

Gujarati News

અંકલેશ્વરનો ONGC ઓવરબ્રિજ ખુલ્લો મુકાતાં ગડખોલ બ્રિજ અને પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટશે

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરનો ONGC ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યા માંથી શહેરીજનોને મુક્તિ મળશે. અંકલેશ્વરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

જેમાં અતિ મહત્વપૂર્ણ એવા ઓએનજીસી ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.અંકલેશ્વર શહેર અને નેશનલ હાઈવેને જોડતાં માર્ગ પર આવેલો ઓએનજીસી ઓવરબ્રિજ આજથી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.જેથી ગડખોલ બ્રિજ અને પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટશે એવું માનવામાં આવી રહ્યું છે.

તો બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે તો બ્રિજ પર દિશા સૂચક સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે.આ ઉપરાંત રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.બ્રિજ પર ડામરનું કામ કરી લેવાયું છે અને લાઈટો પણ મુકી દેવામાં આવી છે.બ્રિજ શરૂ થતા જ ગડખોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે.

અગાઉ આ બ્રિજને ૯ મહીનામાં વાહનો માટે ખુલ્લો મુકી દેવાનું આયોજન હતું પણ કામગીરીમાં વિલંબ થતાં એક વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો.જેના કારણે જૂના નેશનલ હાઈવે પરથી પસાર થતાં હજારો વાહન ચાલકોએ હાલાકી વેઠી પડતી હતી.જોકે હવે બ્રિજ ચાલુ થઈ જતા વાહન ચાલકોને રાહત મળતા હાશકારો અનુભવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.