Western Times News

Gujarati News

આખરે માલદીવ ઢીલું પડયુંઃ ભારતના જહાજનો રૂ.ર.રપ કરોડનો દંડ માફ કર્યો

Maldives President Mhd Muizzu

(એજન્સી)માલે, માલદીવમાં ભારતને મોટી રાહત મળી છે. મોહમ્મદ મોઈઝઝુની સરકારે ગયા વર્ષે ઓકટોબરમાં પકડાયેલા ભારતીય જહાજ ‘હોલી સ્પિરીટ’ ને મુકત કરવા બદલ ભારતીય જહાજ હોલી સ્પિરીટ’ અને તેના ઓપરેટર એન્ટોની જયાબાલન પર લાદવામાં આવેલ ૪ર લાખ માલદીવીયન રૂપિયાના દંડની માફ કરી દીધો હતો.

માલદીવનો રૂ.૪ર લાખનો દંડ ભારતમાં રૂ.ર.રપ કરોડની બરાબર છે. આ નિર્ણય બાદ ભારતીય જહાજ માલદીવ ભારત માટે રવાના થઈ ગયું છે.
ગયા વર્ષે ર૮ ઓકટોબરે માલદીવ નેશનલ ડીફેન્સ ફોર્સના કોસ્ટગાર્ઠસ દ્વારા જહાજને અટકાવવામાં આવ્યું હતું. માલદીવે ભારતીય જહાજ પર તેના વિશીષ્ટ આર્થિકક્ષેત્રમાં માછીમારી કરવાનો આક્ષેપ મુકયો હતો.

જયારે આ જહાજ કબજે કરવામાં આવ્યું ત્યારે માલદીવ ઈબ્રાહીમ સોલીહની સરકાર હેઠળ હતું., અગાઉ માલદીવના ફીશરીઝ મંત્રાલયે દંડની રકમ ચુકવવા માટે સીવીલ કોર્ટમાં કેસ દાખલ કર્યા હતો. જોકે જયારે રાષ્ટ્રપતિ કાર્યાલયે દંડ માફ કર્યો હતો ત્યારે મંત્રાલયયે કોર્ટમાંથી તેનો કેસ પાછો ખેચી લીધો છે.

બીજી તરફ ભારતે કહયું છે કે જો માલદીવના પાયલટોને ટ્ર્‌ેનીગ માટે ભારતની મદદની જરૂર પડશે તો ભારત ચોકકસપણે કરશે. વિદેશ ંમંત્રાલયે કહયું હતું કે ક્ષમતા નિર્માણ એ માલદીવ સાથેની ભારતની સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીનો એક “મહત્વનો ઘટક” છે અને જો નવી દિલ્હીને માલદીવ તરફથી પુરુષના પાઈલટસને તાલીમી આપવા માટે વિનંતી મળે છે.

તો “અમે તેને ધ્યાનમાં લઈશું અને તે આગળ વધારવા માટે ખુશી થશે. વિદેશ મંત્રાલયા પ્રવકતા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન માલદીવમાં ઉડ્ડયન પ્લેટફોર્મના સંચાલનને લગતા મુદાઓ પરના અહેવાલ સાથે સંબંધીત એક પ્રશ્નના જવાબમાં આ ટીપ્પણી કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.