Western Times News

Gujarati News

૨૪ જૂનથી શરૂ થશે ધોરણ ૧૦-૧૨ની પૂરક પરીક્ષાઃ ૬૭ હજારથી વધુ ફોર્મ ભરાયા

પ્રતિકાત્મક

વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાશે

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાને લઈને લેટેસ્ટ અપડેટ અપાઈ છે. બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જે અનુસાર, ૨૪ જૂનથી ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ ૧૨ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ ૨૪ જૂનથી શરૂ થશે.

બોર્ડ દ્વારા ટુંક સમયમાં વિષયવાર તારીખોનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે. ધોરણ ૧૦માં એક, બે અથવા ત્રણ વિષય અને ધોરણ ૧૨માં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાશે. ધોરણ ૧૦ની પૂરક પરીક્ષામાં ૩૨,૭૪૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં ૨૫,૬૨૮ ફોર્મ ભરાયા છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮,૪૪૭ ફોર્મ ભરાયા છે.

આમ કુલ ૬૭,૧૧૫ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦-૧૨ની પૂરક પરીક્ષા આપશે. પૂરક પરીક્ષા ૨૦૨૪માં છૂટછાટની વાત કરીએ તો દરેક વિષયમાં ઓછામાં ઓછા ૨૦% માર્કસ હોવા જોઈએ. તમે જે સ્કૂલમાં અથવા તમે જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરો છો તે સંસ્થા દ્વારા અથવા શાળા દ્વારા તમને પૂરક પરીક્ષા વિશે અગત્યની અને મહત્વપૂર્ણ માહિતીઓ આપી શકશે.

બોર્ડના નવા નિયમથી તમામ વિદ્યાર્થીઓ જે ૧૨માં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવાની છે જે તેઓ સરળતાથી હવે નવા નિયમ મુજબ આપી શકશે. આ નિર્ણયથી ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે ફાયદો થશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા કોઈપણ વિદ્યાર્થી જે નાપાસ થયો છે તે આપી શકશે અને બેસ્ટ ઓફ ૨ એટલે કે બંને પરીક્ષામાંથી વધુ માર્ક એને ગણીને બોર્ડનું પરિણામ ઠરાવવામાં આવશે. પૂરક પરીક્ષા સ્વરૂપે તેની આખી પરીક્ષા આપી હોય તો બિન્દાસ વિદ્યાર્થી આપી શકશે અને બોર્ડની પરીક્ષાને સરળતાથી પાસ કરી શકશે. પૂરક પરીક્ષાઓને લઈ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.