Western Times News

Gujarati News

ભાઈને ટીફીન આપવા જઈ રહેલી 3 બાળકીઓ તળાવમાં ડૂબી ગઈ

પ્રતિકાત્મક

મહાદેવપુરા નજીક પાણીમાં ડૂબી જતા ત્રણ બાળકીઓના મોત

(એજન્સી)પ્રાંતિજ, પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામે ત્રણ બાળકીઓના ડૂબી જવાને લઈ મોત નિપજ્યા છે. ત્રણેય બાળકીઓ એક જ પરીવારની હતી અને ઘડી ચાર રસ્તા પાસે રહેતી હતી. ભાઈને જમવાનું ટિફિન લઈને આપવા માટે ગઈ હતી અને આ દરમિયાન રસ્તામાં તળાવ જોઈને નહાવા માટે પાણીમાં પડી હતી.

આ દરમિયાન તળાવમાં ડૂબી જવાને લઈ ત્રણેય બાળકીઓના મોત નિપજ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામે ત્રણ બાળકીઓના ડૂબી જવાને લઈ મોત નિપજ્યા છે. ત્રણેય બાળકીઓ એક જ પરીવારની હતી અને ઘડી ચાર રસ્તા પાસે રહેતી હતી. ભાઈને જમવાનું ટિફિન લઈને આપવા માટે ગઈ હતી અને આ દરમિયાન રસ્તામાં તળાવ જોઈને નહાવા માટે પાણીમાં પડી હતી.

આ દરમિયાન તળાવમાં ડૂબી જવાને લઈ ત્રણેય બાળકીઓના મોત નિપજ્યા હતા. ઘડીના વીજ સ્ટેશન પાસે આવેલા છાપરાંઓમાં આ બાળકીઓ પરિવાર સાથે રહેતી હતી. બાળકીઓ તેમના ભાઈ માટે મહાદેવપુરા ગામની સીમ વિસ્તાર તરફ ટિફિન લઈને ગઈ હતી.

તેમનો ભાઈ બકરાં લઈને ચરાવવા માટે એ તરફ ગયેલ હતો. જ્યાં રસ્તામાં આવતા તળાવમાં પાણી જોઈને ગરમીને લઈ પાણીમાં નહાવા માટે બાળકીઓ પડી હતી. આ દરમિયાન બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. બાળકીઓના મૃતદેહને બહાર નિકાળીને પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.