Western Times News

Gujarati News

સાબરમતી અને હરિદ્વાર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે રાહત

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર  દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

·       ટ્રેન નંબર 09425/09426  સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ (કુલ 10 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 31 મેઅને 3, 7, 10 અને 14 જૂન 2024 (શુક્રવાર અને સોમવાર)ના રોજ  સાબરમતી થી 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. એ જ રીતેટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 01,04,08,11 અને 15 જૂન 2024 (શનિવાર અને મંગળવાર)ના રોજ હરિદ્વાર થી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.

 માર્ગમાં  બંને દિશામાંઆ ટ્રેન મહેસાણાપાલનપુરઆબુ રોડપિંડવાડાજવાઈ બાંધફાલનારાનીમારવાડઅજમેરકિશનગઢફુલેરારિંગસનીમ કા થાનાનારનૌલરેવાડીગુડગાંવદિલ્હી કેન્ટદિલ્હીગાઝિયાબાદમેરઠમુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં થર્ડ એસીસ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09425નું બુકિંગ 26 મે, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.  ટ્રેનની પરિચાલન સમયસ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેયાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.