Western Times News

Gujarati News

ચાંદખેડાની વિસતમાતા શાળાના વિદ્યાર્થીઓ માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ

અમદાવાદ શહેરમાં નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ દ્વારા ચાંદખેડા વિસ્તારમાં આવેલી વિસતમાતા પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. અમદાવાદ શહેરના  નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન વધે તે ઉદ્દેશથી શહેરમાં  નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

બાળકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે એ ઉદ્દેશથી વિસતમાતા પ્રાથમિક શાળા ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા, વેશભૂષા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.