Western Times News

Gujarati News

જૂની એસ.ટી. બસોને આધુનિક- સુસજ્જ મોબાઈલ ક્લાસરૂમમાં ફેરવીને રણશાળા વાહનો તૈયાર કરાયા

અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની અનોખી પહેલ: ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’- રણશાળા પ્રોજેક્ટનો પ્રારંભ

આ બસો ૩.૮ KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ છેજે ૪૮ કલાક સુધી બસ કાર્યરત રાખવા સક્ષમ -ક્લાસરૂમમાં ૪૩ ઇંચના સ્માર્ટ ટીવીડિશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચેનલોFM રેડિયો, એલઇડી લાઇટિંગ સિસ્ટમવોલ ફેન

રાજ્યભરમાં આજે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છેત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી ૨૮ રણશાળા બસનું લોકાર્પણ કરાયું

સુરેન્દ્રનગરપાટણકચ્છ અને મોરબી જિલ્લાના અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે આ રણશાળા કાર્યરત થશે

રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકેગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ મળી રહે તે માટે નવીન સ્કૂલ ઓન વ્હીલ્સ‘ (School on Wheels) ‘રણશાળા‘ પહેલ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આ પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે.

 આજે જ્યારે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છેત્યારે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી આ ૨૮ રણશાળાનું બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેશાળા પ્રવેશોત્સવ નિમિત્તે  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની જ્યારે શરૂઆત કરાવી છે ત્યારે ગુજરાત એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળાના એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી ક‌ઈ રીતે તેનો બેસ્ટ ઉપયોગ થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કેઆ ૨૮ રણ શાળા આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગરપાટણકચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડલ છે. બસની અંદર ૨૦ થી વધુ બાળકો માટે સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીની વ્યવસ્થા છે જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઇન  ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યા છે તેમના બાળકોને ભણવા માટે ક્યાંકને ક્યાંક દૂર જવું ન પડે તે માટે  પ્રત્યેક બાલકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે.

તેમણે કહ્યું કેઆ બસો જે બિન ઉપયોગી હાલતમાં હતી એ જ બસ આજે  શાળાનો ઉત્તમ ક્લાસ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આ બસની અંદર કરવામાં આવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરવામાં આવશે જેથી છેવાડાનો એકપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તેમતેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ વિશેષ રણશાળા બસનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તૈયાર કરનાર કારીગરો અને અધિકારીઓનું ફુલોથી સ્વાગત કરીને શિક્ષણ માટેના આ યજ્ઞમાં સહભાગી થયા તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર શિક્ષા અભિયાનશિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાયેલો આ પ્રોજેક્ટમીઠાનું ઉત્પાદન થાય છે તેવા વિસ્તારોમાં મોસમી સ્થળાંતર કરતા પરિવારોના ૬ થી ૧૪ વર્ષના બાળકો સામેના શૈક્ષણિક પડકારોને દૂર કરવાનો પ્રયાસ છે. આ અંતર્ગત કુલ ૨૮ વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા વાહનો તૈયાર કરવામાં આવ્યા છેજે સંપૂર્ણ સુવિધાયુક્ત મોબાઈલ ક્લાસરૂમ તરીકે કામ કરશે.

દરેક મોબાઈલ સ્કૂલ GSRTCની નિવૃત્ત બસોને આધુનિક શિક્ષણ સ્પેસમાં રૂપાંતરિત કરીને બનાવવામાં આવી છે. આ બસો ૩.૮ KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ છેજે વીજળીના જોડાણ વિના પણ ૪૮ કલાક સુધી બસ કાર્યરત રાખવા સક્ષમ છે. આ સોલાર સંચાલિત ક્લાસરૂમમાં ૪૩ ઇંચના સ્માર્ટ ટીવીડિશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચેનલોએફએમ રેડિયોડિજિટલ ઘડિયાળએલઇડી લાઇટિંગ સિસ્ટમવોલ ફેન અને ઓનલાઈન તેમજ ઓફલાઈન શિક્ષણને સપોર્ટ કરતા લર્નિંગ એઇડ્સ એટલે કે શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પડકારજનક અને વિષમ આબોહવા વચ્ચે પણ બાળકો ઉત્સાહભેર અભ્યાસ કરી શકે તે માટે ક્લાસરૂમને આરામદાયક બનાવવામાં આવ્યા છે. જેમાં પોર્ટેબલ સ્ટડી ટેબલ અને બેઠક વ્યવસ્થાફોલ્ડ કરી શકાય તેવા આઉટડોર શેડ્સ -શેડ નેટઅલગ કરી શકાય તેવા બ્લેકબોર્ડ અને વ્હાઇટબોર્ડનોટિસ બોર્ડશુદ્ધ પીવાના પાણીની સિસ્ટમવોશ બેસિનવોટર સ્ટોરેજ ટેન્કશિક્ષકો માટે અલગ કેબિન અને સમર્પિત લાઇબ્રેરી સ્પેસનો સમાવેશ થાય છે.

વધુમાં,બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટેબસમાં ઇન્ડોર અને આઉટડોર મનોરંજનની સુવિધાઓ જેવી કે લુડોસાપ-સીડીસમયની વિભાવનાઓ શીખવા માટે મોડેલ ક્લોકહિંચકાલપસણી અને બાસ્કેટબોલ સેટઅપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હેલ્થ મોનિટરિંગ માટે ડિજિટલ વેઇંગ સ્કેલહાઇટ મેઝરમેન્ટ સિસ્ટમ અને બીએમઆઈ (BMI) ચાર્ટ પણ રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુરક્ષા અને સ્વચ્છતા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દરેક બસ ઇમરજન્સી એક્ઝિટ -આકસ્મિક નિકાસઅગ્નિશામક ઉપકરણોફર્સ્ટ-એઇડ કીટડસ્ટબિન અને સેનિટાઇઝેશન કીટથી સજ્જ છે. આ સાથે જ બસની અંદર અને બહાર આકર્ષક શૈક્ષણિક ગ્રાફિક્સઆર્ટવર્કરાષ્ટ્રીય પ્રતીકો અને શિક્ષણલક્ષી વિઝ્યુઅલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે જેથી અભ્યાસનું ઉત્સાહજનક વાતાવરણ ઉભું કરી શકાય.

આ પહેલથી અગરિયા અને રણ વિસ્તારના બાળકોમાં શૈક્ષણિક ડ્રોપઆઉટ રેશિયો ઘટશે અને મોસમી સ્થળાંતરને કારણે ખોરવાતા શિક્ષણને અટકાવી શકાશે. ક્લાસરૂમને સીધા જ સમુદાય સુધી લઈ જઈનેસરકાર ભૌગોલિક કે વ્યાવસાયિક અવરોધોથી પર રહીને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા માંગે છે.

આ પ્રોજેક્ટ શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા અને રાજ્યના સૌથી અંતરિયાળ અને વંચિત વિસ્તારો સુધી પહોંચવાના અથાક પ્રયાસોને દર્શાવે છે. આગામી સમયમાં આ સ્કૂલ ઓન વ્હીલ્સ‘ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સ્થળાંતરિત અને વંચિત સમુદાયોને શિક્ષણ પૂરું પાડવા માટે એક આદર્શ મોડેલ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, GSRTC અને સર્વ શિક્ષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી આ રણશાળા એ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં સૌથી વધુ ૨૦પાટણના સાતલપુરમાં ચારકચ્છના અંજારમાં બે તેમજ મોરબીના માળિયામાં બે એમ કુલ ૨૮ બસો શિક્ષણના યજ્ઞમાં સહભાગી થ‌ઈ છે.

આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, GSRTCના MD ડૉ. રાજેન્દ્ર કુમારજિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીપ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી પ્રકાશ ત્રિવેદીભાજપ શહેર પ્રમુખ શ્રી આશિષ દવે સહિત એસ. ટી. નિગમ અને SSAના ઉચ્ચ અધિકારીઓ- કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.