Western Times News

Latest News in Gujarat

અમેરિકા ઈરાન સાથે વિના શરત વાતચીત માટે તત્પર

વોશિંગટન, ઈરાનમાં સરકાર વિરુદ્ધ ઉતરેલી પ્રદર્શનકારીઓ પર આક્રમકતાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. આ સાથે ટ્રમ્પ પ્રશાસને ઈરાન સાથે કોઈપણ શરત વગર વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો છે. યૂક્રેન એરલાઇન્સના વિમાનને મિસાઇલ હુમલામાં ભૂલથી મારીને પાડવા વિરુદ્ધ ઈરાનમાં નાગરિક અયાતુલ્લાહ ખામનેઈ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી મહત્વની છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન સરકારને ચેતવણી આપતા ટ્‌વીટ કર્યું, ‘ઈરાનના નેતાઓ માટે- પોતાના દેશના પ્રદર્શનકારીઓને ન મારો.’ આગળ ટ્રમ્પે લખ્યું, ‘હજારો લોકોને તમે પહેલા જ મારી ચુક્યા છો અને કેદ કરી ચુક્યા છો, દુનિયા તમને જોઈ રહી છે. સૌથી મોટી વાત છે કે અમેરિકા તમને જોઈ રહ્યું છે.’

ટ્રમ્પે ઈરાનના નાગરિકો પર લાગેલા પ્રતિબંધોને પરત લેવાની ચેતવણી આપતા લખ્યું, ‘તમારે ત્યાં ઈન્ટરનેટ ચાલું કરો. રિપોટ્‌ર્સને આઝાદી આપો. મહાન ઈરાની જનતાને મારવાનું બંધ કરો.’ એટલું જ નહીં અમેરિકાના વિદેશ પ્રધાન માર્ક એસ્પરે કહ્યું કે, રાષ્ટ્રપતિ ઈરાન સાથે વિના શરત વાતચીત માટે તત્પર છે. એસ્પરે કહ્યું, ‘અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ. તેના માટે કોઈપણ શરત નથી. ઈરાનની સાથે સંબંધોને સામાન્ય કરવા માટે અમે પગલા ભરવા માટે તત્પર છીએ.’