Western Times News

Gujarati News

બેંક ઓફ બરોડામાં અપૂરતી સુવિધાના અભાવે ગ્રાહકોને ભારે હાલાકી

ભિલોડા: કેન્દ્રીય કેબિનેટે બેન્ક ઓફ બરોડા,વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરને મંજૂરી આપી સરકારે બેન્કિંગ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો હતો સરકારે પબ્લિક સેક્ટરની ત્રણ બેન્કો – બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરને મંજૂરી આપી દીધી છે. મોડાસા શહેરના મધ્યમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખા શોપિંગ સેન્ટરની સાંકળી ગલીમાં આવેલી હોવાથી ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે મોડાસાની દેના બેંકને પણ મર્જ કરી દેવામાં આવતા અપૂરતી સુવિધાના આભાવે ગ્રાહકોની હાલત દયનિય બની છે બેંક ઓફ બરોડા બ્રાન્ચ સાંકળી ગલી માં આવેલી હોવાથી માનવસર્જિત કે કુદરતી આપત્તિ સર્જાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે

મોડાસા શહેરના બસસ્ટેન્ડ રોડ પર જગત શોપિંગ સેન્ટરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખા વર્ષોથી કાર્યરત છે બેંકમાં કામકાજ અર્થે આવતા ગ્રાહકો માટે વાહન પાર્કિંગની સુવિધા ન હોવાથી ગ્રાહકો રોડ પર તેમના વાહનો પાર્કિંગ કરાતા દંડાવાનો વારો આવે છે બેંકમાં જવા એકમાત્ર સાંકળી ગલીમાં શોપિંગ સેન્ટરના દુકાનદારો અને બેંકના કર્મચારીઓ વાહન પાર્કિંગ કરતાં હોવાથી બેંકમાં કામકાજ  અર્થે આવતા ગ્રાહકોને “અભિમન્યુના સાત કોઠા ભેદવા” જેવી મજબૂરી અનુભવી રહ્યા છે શોપિંગ સેન્ટરના ખૂણામાં બ્રાન્ચ હોવાથી વેન્ટિલેશનનો અભાવ હોવાથી ગ્રાહકોને શ્વાસ રૂંધાવાની તકલીફો પણ અનુભવી રહ્યા છે

બેંક ઓફ બરોડામાં દેના બેંકના વિલીનીકરણ પછી બેંકમાં ખાતાધારકોની સંખ્યા વધતા ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બેન્કની અંદર અપૂરતી સુવિધાથી સિનિયર સિટિઝનોની હાલત દયનિય બની છે બેંકમાં રૂપિયા જમા કરાવવા કે ઉપાડવા માટે લાંબી લાઈનો લાગી રહી છે પાસબુક ભરાવવા લાંબી કતારો યથાવત રહેતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે  બીજીબાજુ  બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ગ્રાહકોને પડતી પારાવાર મુશ્કેલી સામે લાચાર જણાઈ રહ્યા છે

મોડાસા બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજરના જણાવ્યા અનુસાર  મોડાસા શહેરમાં આવેલી બેંક ઓફ બરોડાના મેનેજર રામનિવાસના જણાવ્યા અનુસાર ગ્રાહકોને પડતી અવગવડતા અંગે ૪ નવેમ્બરે મોડાસામાં ડીજીએમ સાથે યોજાયેલ કસ્ટમર મિટિંગમાં રજુઆત કરવામાં આવી હતી અને ડીજીએમ એ થોડાક મહિનામાં અન્ય જગ્યાએ બ્રાન્ચ ખસેડવા હૈયાધારણા આપી હોવાનું જણાવ્યું હતું બ્રાન્ચમાં આફત સર્જાય તો…..? જણાવ્યું હતું કે એમાં હું શું કરી શકું કહીને લાચારી વ્યક્ત કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.