Western Times News

Gujarati News

ભરૂચ રેલવે ગોદીમાં જીપ્સમ હોવાનો વિવાદ

જીપીસીબી અને રેલવે તંત્રનું બેજવાબદારી પૂર્ણ વલણ જી પી સી પીએ માત્ર નોટિસ આપી જ્યારે રેલ્વેના અધિકારીઓ એ હાથ ઊંચા કરી દીધા.

ભરૂચ: વર્તમાન સરકારના વહીવટમાં સામાન્ય માણસના સ્વાસ્થ્ય અને હિતની ધરાર આવગણ થઈ રહી છે ભરૂચ રેલવે ગોદીમાં ઠલવાતું જીપ્સમ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ હોવા છતાં જી પીસીબી અને રેલવે તંત્રના પેટનું પાણી હલતું નથી મીડિયાના અહેવાલ બાદ પણ જીપીસીબીએ કોઇ નક્કર કાર્યવાહી કરવાના સ્થાને રાબેતા મુજબ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો છે જ્યારે રેલવે વિભાગના અધિકારીએ ધરાર હાથ ઊંચા કરી દઈ પોતાની લાપરવાહી નો પુરાવો આપ્યો છે

ભરૂચ રેલવે ગોદીમાં કેમિકલયુક્ત જીપ્સમ પાવડર બે જવાબદારી પૂર્ણ રીતે બાલવાતા સરકારના ઘઉંના જથ્થામાં ભળતા અને પાવડર હવામાન ઉડતા લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો હોવાના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા જ જીપીસીબી અને રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું જીપીસીબી અધિકારી ફાલ્ગુન મોદી અને રેલવેના ફૂડ વિભાગના અધિકારીએ ભરૂચ રેલવે ગોડી ની મુલાકાત લીધી હતી જોકે આ મુલાકાતમાં બંને અધિકારીઓએ કોઈ નક્કર કામગીરી કરી ન હતી જીપીસીબી અધિકારી ફાલ્ગુન મોદીએ જીપ્સમ પાવડા લાવનાર કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ અને સલાહ સુચન આપી સંતોષ માન્યો હતો

જ્યારે રેલવેના ફ્રુટ અધિકારીએ તો પોતાના હાથ ઉંચા કરી લીધા હતા ઈન્ડિયાની ટીમ જોતા જ રેલ્વેના અધિકારી કોઈ નક્કર ખુલાસો કર્યા વિના જ સ્થળ ઉપર થી ભાગી છૂટયા હતા ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય તે રીતે રેલવે ગોદીમાં જીપ્સમ ઠલવાઈ છે રેલવે અને પર્યાવરણ ના નીતિનિયમો ના લીરેલીરા ઉડાવી જીપ્સમ પાવડર ઠલવાઈ છે જે વાતાવરણને તો પ્રદૂષણ કઈ જ છે સાથે રેલવેમાં ઉતરતા સરકારી ઘઉંના જથ્થામાં પણ કેમિકલયુક્ત જીપ્સમ પાવડર ભરે છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે આમ છતાં જીપીસીબી અને રેલવેના ફ્રુટ અધિકારી ઓએ કોન્ટ્રાક્ટ સામે દંડનીય કે કાયદેસરની કોઈ કાર્યવાહી ન કરતા તેમની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે જેને લઇ એક જવાબદાર સરકારના અધિકારીઓ બેજવાબદાર હોય તેમ લાગી રહ્યું છે.

ઘઉં જીપ્સન પાવડર ભરે તે અમારી જવાબદારી નથી : જીપીસીબી. રેલવે ગોદીમાં જીપ્સન પાવડર બંધ ગોડાઉનમા ઠાલવવો જોઈએ અને ખુલ્લામાં રાખ્યો હોય તો તેના  ઉપર તાર પતરી અથવા અન્ય સાધન થી તેને ઢાંકવો પડે જેથી પવનમાં પાવડર ઉડે નહીં અની પાવડર ના ઉડી તે માટે નિયમિત પાણી છાંટવું જોઇએ જેના માટે કોન્ટ્રાક્ટરને સૂચનાઓ અપાઈ છે પરંતુ ઘઉં માં જીપ્સમ પાવડર ભરે તે માટે રેલવે વિભાગની જવાબદારી છે અમારી જવાબદારી નથી : ફાલ્ગુન મોદી જીપીસીબી અધિકારી.
A h p સોમવારે કલેકટરને આવેદન આપશે. રેલ્વે ગોડી જીપ્સન વિવાદના અહેવાલ સમાચાર માધ્યમોમાં પ્રસારિત થતા જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે રેલ્વે ગોડીની ની મુલાકાત લીધી હતી જીપીસીબીઅને રેલવે વિભાગના અધિકારીઓની સીધી લાપરવાહી સામે આવતા એએચપી ના આગેવાની તેમની સામે તીખી પ્રતિક્રિયા આપી હતી એએચપી ના દક્ષિણ વિભાગના મંત્રી સેજલ દેખાઈએ સોમવારે આ અંગે જિલ્લા કલેકટરને આવેદન આપવાની ઘોષણા કરી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.