Western Times News

Gujarati News

મ્યુનિ. વ્હીકલ ટેક્ષની આવકમાં નોંધપાત્ર વધારો

File

ચાલુ નાણાંકીય વર્ષમાં ૧ લાખ ૮૦ હજાર નવા વાહનોના રજીસ્ટ્રેશન થયા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ ને ગત નાણાંકીય વર્ષમાં નોધપાત્ર આવક થઈ હતી. ચાલુ નાણાંકીય વર્ષમાં મિલ્કતવેરા અને વ્યવસાયવેરામાં ધરખમ વધારો થયો છે  જયારે વ્હીકલટેક્ષની આવકમાં ઘટાડો જાવા મળ્યો છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ-માસિકમાં ગત વ્હીકલ ટેક્ષની આવકમાં ૧પ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો.

પરંતુ તહેવારો અને કેલેન્ડર વર્ષના અંતિમ દિવસો દરમ્યાન વાહનો ના વેચાણમાં વધારો થયો હોવાથી ટેક્ષની આવકમાં સુધારો જાવા મળ્યો છે. આર્થિક મંદીની વાતો વચ્ચે પણ ર૦૧૯-ર૦માં વાહનોનું ધુમ વેચાણ થઈ રહયું છે. જેનો લાભ મ્યુનિ.કોર્પોરેશનને પણ મળી રહયો છે. સ્માર્ટસીટી અમદાવાદમાં પરિવાર દીઠ ત્રણથી ચાર વાહન હોવા સામાન્ય બાબત બની ગઈ છે. શહેરમાં દર વર્ષે સરેરાશ અઢીથી ત્રણ લાખ નવા વાહનોનું રજીસ્ટ્રેશન થાય છે.


જેના ટેક્ષ પેટે મ્યુનિ.કોર્પોરેશનને પણ લગભગ રૂ.એક કરોડ જેટલી આવક થાય છે. ગત નાણાકીય વર્ષ દરમ્યાન નવા ર લાખ પ૭ હજાર વાહનોના રજીસ્ટ્રેશન થયા હતા. જેની સામે મનપાને રૂ.૯૧.૭૭ લાખની આવક થઈ હતી. ર૦૧૮-૧૯માં માસિક સરેરાશ ર૧૪૭૪ નવા વાહનોની નોધણી થઈ હતી. શહેરમાં દ્વિ-ચક્રી અને ફોર વ્હીલર વાહનોના વેચાણમાં નોધપાત્ર વધારો થયો છે.

ર૦૧૮-૧૯માં ર.૭પ લાખ નવા વાહનોમાં ૧.૮૩ લાખ દ્વિ-ચક્રી વાહનો હતા. નવી ઓટોરીક્ષાની સંખ્યા ૧૧પપ૦ તથા ૪૮૧ર લોડીગ રીક્ષાના વેચાણ થયા હતા. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં ડીસેમ્બર-ર૦૧૯ સુધી ૧.૭૩,પ૦પ વાહનો ના રજીસ્ટ્રેશન થયા છે. જે પેટે તંત્રને રૂ.૬૪.૬પ લાખની આવક થઈ છે. ચાલુ વર્ષે દર મહીને સરેરાશ ૧૯ર૭૮ વાહનોના રજીસ્ટ્રેશન થયા છે. ગત વર્ષની જેમ ર૦૧૯-ર૦ માં પણ દ્વિ-ચક્રી વાહનોનું વેચાણ સૌથી વધારે છે. નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં ૧ લાખ ર૦ હજાર દ્વિ-ચક્રી વાહનોના રજીસ્ટ્રેશન થયા છે. જયારે ઓટો રીક્ષાની સંખ્યા ૧૦૬૩૯ રહી છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં વ્હીકલ ટેક્ષની આવકમાં ધરખમ ઘટાડો જાવા મળ્યો હતો. છેલ્લા ત્રણ-ચાર મહીના દરમ્યાન તેવા નોધપાત્ર સુધારો થયો છે.

મ્યુનિ.ટેક્ષખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ ર૦૧૮-૧૯માં વ્હીકલ ટેક્ષ પેટે રૂ.૯૧.૭પ લાખની આવક સામે ડીસેમ્બર-ર૦૧૯ સુધી રૂ.૬૪.૬પ લાખની આવક થઈ છે. જયારે જાન્યુઆરીના પ્રથમ પખવાડીયા સુધી વ્હીકલ ટેક્ષ ની કુલ આવક રૂ.૭૦ લાખ થઈ છે. નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમ્યાન વાહનોના વેચાણમાં થયેલ વધારાનો લાભ તંત્રને મળ્યો છે. તદ્દઉપરાંત ડીસેમ્બર માસમાં પણ મેન્યુ-વર્ષ બદલી થવાના ડરથી વિક્રેતાઓ દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં આવે છે.

જેના કારણે પણ વાહનોના વેચાણ વધી રહયા છે. તેનો લાભ પણ મનપાને થાય છે. નાણાકીય વર્ષના અંત સુધીમાં વ્હીકલ ટેક્ષની આવકની રૂ.૯૦ લાખ સુધી થાય તેવી શકયતા છે. શહેરની હદ બહાર ના સરનામાથી ખરીદ કરવામાં આવ્યા હોય તેવા વાહન માલિકો ને નોટીસો આપવામાં આવી રહી છે. જેના કારણે પણ આવકમાં સુધારો જાવા મળ્યો છે.  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાકીય કામ માટે વપરાશમાં લેવાતા વાહનો તથા વિકલાંગો માટેના વાહનો પેટે કોઈ જ ટેક્ષ લેવામાં આવતો નથી. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.