Western Times News

Gujarati News

ભરૂચ પાલિકા પ્રમુખના વોર્ડમાં કપચી ભરેલું ટ્રેકટર મુખ્ય માર્ગની ગટરમાં ખાબક્યુ

કપચી ભરેલું ટ્રેકટર ફસાતા રાહદારીઓ સહીત વાહનચાલકો અટવાયા.

ધોળીકૂઈના ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રેકટરનું ટાયર ફસાતા ભારે જહેમત બાદ બહાર કઢાયુ.

ભરૂચ: ભરૂચ નગર પાલિકા ના વોર્ડ નંબર ૭ અને પાલિકા પ્રમુખ ના વિસ્તાર માં જ કપચી ભરેલું ટ્રેકટર જાહેર માર્ગ ઉપર ગટર નું ઢાંકણું તૂટી પડતા ટ્રેકટર ફસાઈ જતા હદારીઓ સહીત વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભરૂચ શહેર ને ભૂગર્ભ ગટર યોજના એ બાન માં લીધું છે અને સમગ્ર જાહેર ડામર અને આરસીસી ના રસ્તાઓ તોડી નાંખવામાં આવતા વાહનચાલકો ની કમર તૂટી જાય તેવા માર્ગો બની ગયા છે.ત્યારે ભરૂચ નગર પાલિકા પ્રમુખ ના વોર્ડ માં જ ધોળીકૂઈ થી દાંડિયા બજાર સુધી નો માર્ગ અત્યંત બિસ્માર થઈ જતા વાહનચાલકો સહિત રાહદારીઓ ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ત્યારે માર્ગ ઉપર કાદવ કીચડ ના કારણે વાહનો ફસાઈ જવાની ઘટના સામે આવતા તંત્ર દ્વારા કપચી નાંખવાની કામગીરી ચાલી રહી હોય તે દરમ્યાન કપચી ભરેલું ટ્રેકટર એસટી ડેપો ની સામે થી ધોળીકૂઈ તરફ આવી રહ્યુ હતુ.તે દરમ્યાન સવાર ના સમયે ધોળેશ્વર મહાદેવ ના મંદિર નજીક થી પસાર થઈ રહ્યુ હતુ.આ દરમ્યાન જાહરે માર્ગ ઉપર ગટર લાઈન નું ઢાંકણું તૂટી જતા કપચી ભરેલા ટ્રેકટર નું ટાયર ફસાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

જો કે કલાકો ની ભારે જહેમત બાદ ટ્રેકટર ની કપચી ટ્રેકટર માંથી બહાર કાઢી ટ્રેકટર ને ગટર માંથી બહાર કાઢતા આસપાસ ના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.ત્યારે ભરૂચ નગર પાલિકા ના આવા અણધડ વહીવટ ના કારણે દ્વારા જાહેર માર્ગો વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.જે ભરૂચ શહેર ના તમામ વિસ્તારો માં ભૂગર્ભ ગટર યોજના બાદ ખોદવામાં આવેલા આરસીસી તેમજ ડામર રોડ ની મરામત કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો,રાહદારીઓ એ દુકાનદારો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.