Western Times News

Gujarati News

રથયાત્રા નિમિતે સુરક્ષા બેઠક યોજાઈ

ગાયકવાડ હવેલી ક્રાઈમબ્રાંચ કચેરીમાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલી સુરક્ષા બેઠકમાં શહેર પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર

(પ્રતિનિધિ) અમદાવાદ : અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોમી એખલાસના વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની નગરચર્યા સંપન્ન થાય તે માટે પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું છે અને આજે ગાયકવાડ હવેલી ક્રાઈમબ્રાંચ ખાતે સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જેમાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહયા હતા સાથે શહેર પોલીસ કમિશ્નર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિતિ રહયા હતા આ બેઠકમાં અમદાવાદ શહેરમાં રથયાત્રા નિમિતે સુરક્ષા બંદોબસ્ત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગૃહમંત્રીએ રથયાત્રા નિમિતે ગોઠવવામાં આવેલા બંદોબસ્તની સમીક્ષા કરી હતી આ બેઠક બાદ બપોરે ગૃહમંત્રી જગન્નાથ મંદિરથી નીકળી સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવાના છે જયારે બપોરના સમયે દરિયાપુર વિસ્તારમાં તેઓ પહોંચવાના છે.

દેશભરમાં પુરી બાદ અમદાવાદ શહેરમાં સૌથી મોટી રથયાત્રા યોજાય છે અને દેશભરમાંથી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓ અમદાવાદ આવે છે અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડવાના હોવાથી તેની આગવી તૈયારીઓ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં રથયાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ ઉપરાંત ભજન મંડળીઓ અખાડાઓ, શણગારેલી ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.

રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજયના ગૃહવિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગવુ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક દિવસથી રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને શહેરના ઉચ્ચ અધિકારીઓની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી અને તેમાં અમદાવાદ શહેરમાં બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે રથયાત્રા દરમિયાન રેપીડએકશન ફોર્સ, બીએસએફ સહીતના સશસ્ત્ર દળોને તૈનાત કરી દેવાયા છે. રથયાત્રાના રૂટ પર છેલ્લા બે દિવસથી સશ† દળના જવાનો સતત પેટ્રોલીંગ કરી રહયા છે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે

ત્યારે તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ખાસ કરીને ગૃહવિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગાયકવાડ હવેલી ક્રાઈમબ્રાંચ ખાતે સુરક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તથા તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહયા હતાં.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ૧૪રમી રથયાત્રા નિમિત્તે ફાળવવામાં આવેલા બંદોબસ્તની જીણામાં ઝીણી વિગત મેળવી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ તમામ વિગતો ગૃહમંત્રીને આપવામાં આવી હતી. શહેર પોલીસની કામગીરીથી રાજયના ગૃહમંત્રીએ સંતોષ વ્યકત કર્યો હતો ક્રાઈમબ્રાંચની કચેરીમાં યોજાયેલી સુરક્ષા બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવાના હોવાથી ગઈકાલ સાંજથી જ ક્રાઈમબ્રાંચની ઓફિસમાં ભારે ચહલપહલ જાવા મળતી હતી.

આજે સવારે એક પછી એક ઉચ્ચ અધિકારીઓ આવતા જ ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પણ સતર્ક બની ગયા હતા. સમીક્ષા બેઠકમાં તમામ વિગતો મેળવ્યા બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને તેમની સાથે શહેર પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર જવા રવાના થયા હતાં. જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓ જગન્નાથ મંદિરથી લઈ સમગ્ર રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવાના છે

અને તેમનો કાફલો ટુંક સમયમાં જ મંદિરથી પ્રસ્થાન થવાનો છે ગૃહમંત્રી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવાના હોવાથી સમગ્ર રૂટ પર આજ સવારથી જ સશ† બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા દરિયાપુર પોલીસ સ્ટેશન એફ ડીવીઝનથી બપોરે ર.૦૦ વાગ્યે તંબુચોકી સુધી ચાલતા નિરીક્ષણ કરવાના છે જેના પગલે સમગ્ર દરિયાપુર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે આવતીકાલે રથયાત્રા નિમિત્તે પોલીસ કાફલો રિહર્સલ કરે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.